Vadodara

સ્માર્ટ સિટી વડોદરાના માંજલપુરમાં સ્માર્ટ રસ્તાઓ ઉપરથી ફૂટપાથ ગાયબ


રસ્તાઓની બંને બાજુ વાહનોના ખડકલા, રાહદારીઓ અને ધંધાદારી પરેશાન


વડોદરા શહેર માંજલપુર વિધાનસભા વિસ્તારમાં તુલસીધામથી રિલાયન્સ સર્કલ સુધી ગૌરવ પથ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં અનેક વખત વિવાદો ઊભા થયા છે . રોડ મોટો કરવા બાબતે અને ફૂટપાથ નાના કરવા બાબતે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ એકબીજા સામે બાયો ચડાવી. જેના કારણે અનેક મહિનાઓ સુધી ના રોડ બન્યો, ના ફૂટપાથ બન્યો.

ત્યારે થોડાક સમય પહેલા વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલા નિર્ણય બાદ ફૂટપાથ નાના બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તો ગૌરવ પથ ઉપરથી ફૂટપાથ જ ગાયબ થઈ ગયાના દ્રશ્યો નજરે પડે છે. આજ વિસ્તારમાં જ્યાં ફૂટપાથ હતા તેને તોડી પાડી તેના બ્લોક શીતલ કુંજ સોસાયટીના કમ્પાઉન્ડમાં ઢગલો કરીને મૂકી દેવામાં આવ્યા છે.


વડોદરા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં સ્માર્ટ રસ્તાઓનું કામ તાજેતરના બજેટમાં પૂર્ણ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ હજુ પણ આ રસ્તાઓ ઉપર સ્માર્ટ રસ્તાઓની સુવિધા નિયમ મુજબ નજરે ચડી નથી. તદુપરાંત રસ્તાઓની અને ફૂટપાથો કામગીરી ગોકળગતીએ ચાલતા વાહનચાલકો રાહદારીઓ પરેશાની વેઠી રહ્યા છે.

વડોદરા કોર્પોરેશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં સ્માર્ટ રોડ-રસ્તા માટે કરોડો ના ખર્ચે કામોનું આયોજન હાથ ધર્યું છે. તાજેતરમાં વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2024- 25 ના બજેટમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત તબક્કામાં માંજલપુર વિસ્તારમાં કરોડના ખર્ચે સ્માર્ટ રસ્તાઓની કામગીરી પૂર્ણ દર્શાવી છે. જેમાં શહેરના અનેક વિસ્તારો એલાઈન્મેનોડ જંકશન, એટગ્રેડ જંકશન, રસ્તાનું મજબૂતીકરણ, સ્ટ્રક્ચર, ક્લવર્ટ, ક્રોસ ડ્રેનેજ વર્ક, યુટીલિટી ક્રોસ ડકટ, રોડ સાયનેજીસ, નિશાનો, સલામતી સુવિધાઓ, પ્લાન્ટેશન, ફૂટપાથ , બેઠક બેન્ચ, ડસ્ટબીન, બોલાર્ડ્સ અને રાહદારીઓ માટે હેન્ડરેલીંગ વિગેરેનો સમાવેશ થાય છે. ત્યારે આ પ્રકારની સુવિધા સાથેના રસ્તાઓ હજુ નજરે ચડતા નથી. અને કામગીરીને બજેટમાં પૂર્ણ દર્શાવી નગરજનોને ઉલ્ટા ચશ્મા પહેરાવવાનું કામ કર્યું હોય તેમ લાગી રહ્યું છે.
માંજલપુર તુલસી ધામ ચાર થી રિલાયન્સ સર્કલ સુધીના રસ્તાઓની અપગ્રેડેશન અને બ્યુટીફીકેશનની કામગીરી ચાલી રહી છે. આ કામો વોલ ટુ વોલના ધોરણે વિકસાવવાના છે. જેમાં રોડ રિસરફેસિંગ, સેન્ટ્રલ ડિવાઈડર, પાર્કિંગ સુવિધા, ફૂટપાથ, વરસાદી ગટર, હોરટીકલ્ચર, પ્લાન્ટેશન, સ્ટ્રીટ ફર્નિચર ,ટ્રાફિક સાઇનેજીસ વગેરેનો સમાવેશ થાય છે. હાલ આ સ્માર્ટ રસ્તાઓ ખાતે ગોકળ ગતિએ ચાલતી કામગીરીના પગલે નગરજનો અને ખાસ કરીને વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

Most Popular

To Top