Vadodara

સ્માર્ટ શાશકોનું શહેરના ગધેડા માર્કેટ ચારરસ્તા પર બુધ્ધિનુ પ્રદશઁન

ટ્રાફિક સિગ્નલ ની આગળ જ લોકોને ટ્રાફિક લાઇટ ન દેખાય તે રીતે સીસીટીવી કેમેરા પોલ સાથે લગાડી દીધાં.

સામાન્ય માણસને પણ ખબર પડે તો આ સ્માર્ટ શાશકોની અક્કલ ક્યાં ગઇ

વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની ઘેલછામાં શહેરમાં આડેધડ રીતે કરોડોના ખર્ચાઓ કરવામાં આવ્યા છે જેમાં ધારાધોરણો વિનાના ,નિયમોને નેવે મૂકીને ઠેરઠેર સ્પિડબ્રેકરો બનાવી દીધાં છે જેમાં ઘણાં સ્પિડબ્રેકરો પર સફેદ પટ્ટા પણ નથી જેથી વાહનચાલકોને રાત્રિ દરમિયાન તેમજ ખાસ કરીને ચોમાસામાં તકલીફો પડી રહી છે, બીજી તરફ શહેરમાં ડીજીટલ સિટી બસસ્ટેન્ડ બનાવી ખર્ચા કર્યા પરંતુ ઘણાં ડીજીટલ બસસ્ટેન્ડ લોકો ઉપયોગ કરી શકતાં નથી જેમાં લહેરીપુરા દરવાજા પાસે, ઝવેરનગર પાસે, બરોડા ડેરી થી તરસાલી રોડ વચ્ચે, સમા આવા તો અનેક વિસ્તારોમાં સિટી બસસ્ટેન્ડ છે ઘણાં તો ડિજિટલ બસ સમય અને રૂટ પણ દર્શાવતા નથી તો ક્યાંક ક્યાંક તો ડિજિટલ બસસ્ટેન્ડ ભિક્ષુકોનુ આશ્રયસ્થાન બન્યું છે તો કેટલાક બસસ્ટેન્ડ પાસે રિક્ષાઓનુ પાર્કિંગ જોવા મળે છે. શહેરમાં ભીના અને સૂકાં કચરા માટે મૂકવામાં આવેલા હેંગીંગ ડસ્ટબીન પાછળ નો ખર્ચ પણ વેડફાઈ ગયો હોય તેમ જણાય છે તે જ રીતે શહેરની સ્વચ્છતા માટે ખરીદેલી ઇ-રિક્ષાઓ, ટ્રોલીઓ ગોડાઉનમાં ધૂળ ખાઇ સડી ગઇ છે. લોકોના આરોગ્ય માટે વસાવેલી સાયકલ પણ લોકો ઉપયોગ કરી શક્યા નથી.શહેરમાં રોડ વચ્ચે ડિવાઇડરમા તથા અન્ય સ્થળોએ લગાવેલા પેવરબ્લોક ઉખાડી તેની જગ્યાએ વારંવાર નવા નાંખવા અને જૂના પેવરબ્લોક જેનો શાળાઓ, ધાર્મિક સ્થળો અથવાતો જરુરિયાત હોય ત્યાં લગાડવાને બદલે નવલખી મેદાનમાં આડેધડ ફેંકી દેવાયા છે તો ક્યાંક આવા જૂના પેવરબ્લોક કેટલાક રાજકીય વ્યક્તિઓના ફાર્મહાઉસ, ગાર્ડન કે તબેલાઓમા લાગી ગયાં હોવાનું જાણવા મળ્યું છે.અને હવે સ્માર્ટ શાશકોનું વધુ એક બુધ્ધિ પ્રદર્શન સામે આવ્યું છે. શહેરના ગધેડા માકેઁટ ચાર રસ્તા ઉપર નવા ટેરાફિક સિગ્નલ લગાવવામા આાવ્યા છે જેમાં આજવા રોડ તરફ જે સિગ્નલ છે કે જે સંગમ તરફથી આવતા વાહનોની સામે બાજુએ આવે જે સિગ્નલની આગળ સેન્ટ્રલ લાઇટનો થાંભલો અને તેના આગળ સીસી કેમેરાનો થાંભલો છે હવે સંગમથી જે વાહનો આવે અને ચાર કસ્તા ઉપર ઊભા રહે તેને તો સિગ્નલ દેખાતા જ નથી આને કહેવાય સ્માટઁ શાસાકોના સ્માટઁ સીટીની સ્માટઁ કામગીરી આ તો સામાન્ય માણસને પણ ખબર પડે કે આવી રીતે સીગ્નલ જ ન લગાવાય પરંતુ.કોના બાપની દિવાળી હવે ખબર પડશે એટલે તેને ખસેડવાનો વધારાનો ખચઁ પાલિકાની તિજોરી પર કરાશે .ખરેખર તો આ તમામ ખર્ચાઓ જે તે અધિકારીઓ કે જેના અંડરમાં અને જેની સૂચનાઓથી કામ થયુ હોય તેની પાસેથી વસૂલ કરવા જોઇએ તો જ શહેરમાં પ્રજાના તથા સરકારના પૈસાનો વેડફાટ તથા ભ્રષ્ટાચાર અટકશે બાકી જો તટસ્થ પગલાં નહીં ભરવામાં આવે તો આ જ રીતે ભ્રષ્ટ અને અજ્ઞાન અધિકારીઓ પ્રજાના ટેક્ષના પૈસામાં ભ્રષ્ટાચાર કરશે અને વેડફાટ કરતા રહેશે.

Most Popular

To Top