વડોદરા શહેર માં આવેલ શિયાબાગ વિસ્તારમાં જૂના પેવર બ્લોક ની કામગીરી કરતા સ્થાનિકોનો વિરોધ કર્યો
છેલ્લા કેટલાક સમયથી સિનિયર સિટીઝન્સ, બાળકો તથા સામાન્ય લોકોને ચાલવામાં તકલીફ પડતી હતી
વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 વિસ્તારમાં આવેલા શિયબાગ વિસ્તારમાં અંદાજે સોળ વર્ષ અગાઉ નાંખવામાં આવેલા પેવર બ્લોક રસ્તામાં ગેસ વિભાગ દ્વારા ખાડા ખોદીને ગેસની કામગીરી કરવામાં આવી હતી જેના કારણે ચાલવા માટેના ફૂટપાથ ઉપર ખાડાઓ પડી ગયા હતા જેના કારણે સિનિયર સિટિઝન્સ સહિતના લોકોને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી.આ ખાડાઓથી જોખમી બની શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે વોર્ડ નંબર 13ના નગર સેવક દ્વારા જૂના પેવર બ્લોક ને ફરી બેસાડવાની કામગીરી કરતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. ત્યારે આજે ફરી એક વખત પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સ્થાનિક લોકોએ જુના બ્લોક નાખવા ની જગ્યાએ નવા બ્લોક નાંખવાની માંગ કરી હતી સાથે વોર્ડ નંબર 13 ના નગરસેવક ને પણ રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરે છે. છેલ્લા 16 વર્ષથી આજ પેપર બ્લોક નાખવામાં આવ્યા છતાં કેટલીક ઠેકાણે પેવર બ્લોકની લાઈનો નીકળી જતા સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી અને નવા પેવર બ્લોક નાખવા માટે રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર જુના જ પેવર બ્લોક નાખતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.