પોતાના જ વિધાનસભા વિસ્તારમાં સદસ્યો ન બનતા બીજા પર ઠીકરી ફોડતા ધારાસભ્ય.
માંજલપુર વિધાનસભાના સ્નેહ સંમેલન કાર્યક્રમમાં યોગેશ પટેલે બડાપો કાઢતા કહ્યું કે સૌથી વધારે વોટ મેળવનાર બેઠકમાં જ ભાજપના સભ્યો ઓછા બન્યા. મહિલાઓને 50 ટકા અનામત સીટ જોઈએ છે, પરંતુ તેમણે સભ્યો બનાવવા નથી. માંજલપુર બેઠકની હાલત કથા સાંભળવા આવતા લોકો જેવી છે આખી કથા સાંભળી ગોદડી ખંખેરી જતા રહે છે.
સભ્ય નોંધણી ઓછી થઈ હોવાથી મિમિક્રી કરી બીજા પર ઠીકરું ફોડ્યું હતું. વધુ સભ્યો બન્યા હોય ત્યાં વિકાસના કામો વધારે થશે ધારાસભ્ય યોગેશ પટેલ ને જનતાનું કામ ની ચિંતા કરવાને બદલે તેમના માનીતા નગર સેવકો ને ગ્રાન્ટ વધારે જોઈએ તો સભ્યો બનાવવા પડશે. પરંતુ યોગેશ પટેલ દ્વારા જો હકીકત માં કામ થાય હોત તો આજે સ્નેહ સંમેલન કાર્યક્રમમાં હોદ્દેદારો કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ સામે આવી રજૂઆત કરવી ના પડી હોય પરંતુ ટિકિટ મેળવવાથી અને ગૌરવ પથ પર કામ રોકવામાં વિવાદમાં રહેતા એવા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે આ સંમેલનમાં સ્ત્રીઓ માટે પણ કટાક્ષ માર્યો હતો અને જણાવેલું કે મહિલા કાઉન્સિલરો અને હોદ્દેદારોએ હવે બાકી રહેલા દિવસોમાં મંડી પડવું પડશે આ જ વાત સાંભળતા બેઠેલા તમામ મહાનુભાવો ખળખડાટ હસી પડ્યા હતા.
દિપાવલી પર્વ બાદ હવે વડોદરા શહેરના અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં સ્નેહ મિલનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરાના માંજલપુર વિધાનસભાનું સ્નેહ મિલન યોજાયું હતું. આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા લવારા કરતા કટાક્ષ કરવામાં આવ્યો હતો
અને હજી પણ વધુ સભ્યો બનાવવા માટે સમય હોવાનું કાર્યકર્તાઓને જણાવામાં આવ્યું હતું. તેમણે મિમિક્રી કરતા આગળ વધારતા કહ્યું કે, વેપારીઓની જેમ મેં પણ સ્કિમ બનાવી છે, જે વોર્ડમાંથી સૌથી વધુ સભ્યો બનાવાશે, તેને બધી ગ્રાન્ટ આપવાની છે.
ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે, બહેનોને બેઠકોમાં 50 ટકાની ભાગીદારી જોઇએ છે. પરંતુ માત્ર 10 ટકા જ સભ્યો બનાવ્યા છે. સભ્યો વધારવા અંગે વાત કરી પરંતુ કથા પૂરી થાય પછી ગોદડી ખંખેરીને જતા રહે તેવું થયું છે. માંજલપુર વિધાનસભામાં સભ્યો વધે તે માટે વેપારીઓની જેમ મેં સ્કિમ બનાવી છે. જે વોર્ડ સૌથી વધુ સભ્યો બનાવશે, તેને બધી ગ્રાન્ટ આપવાની. છતાં નથી બનાવતા. હજી બે દિવસ છે, બધાય પ્રતિવ્યક્તિ 50 મેમ્બર્સ બનાવો, જુઓ પછી.