સ્થાયી સમિતિની મળેલ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો, 20 કામો કરાયા મંજૂર
પ્રતિનિધિ, વડોદરા તા. 26
વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં કુળ 20 કામો અને 4 વધારાના કામ મળી 24 કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 20 કામોને મંજૂર કરી ચાર કામો મુલતવી કરવામાં આવ્યા હતા.
મળેલ બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આરોગ્ય ખાતુ મુખ્ય કચેરી, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા શાખા, જન સંપર્ક વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સયાજી બાગ ઝુ શાખા જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી 20 કામોને મંજૂર કરી 4 કામો મુલતવી કરાયા હતા
સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શહેરના દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોન એમ ત્રણેય ઝોનમાં મળીને હયાત વરસાદી ગટરના દુરસ્તીકરણ માટેના કામોને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોન વિસ્તારમાં વરસાદી ગટર સફાઈના કામોને મંજૂર કરવામાં આવ્યા છે. ગાજરાવાડી હાથીયાખાડ સ્લોટર હાઉસ ખાતેનું કામ મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકલ મેકેનિકલ સુવેજ ડી. વર્કસ શાખા હસ્તકના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ પ્રેશર લાઇન રીપેરીંગ અને મેન્ટેનન્સ ના કામમાં ₹8 લાખનો વધારો માંગવામાં આવ્યો હતો અને અટલાદરા, ગાજરાવાડી, કપુરાઈ ખાતે આવેલ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરીનેશન સિસ્ટમ બનાવવાનું, એમ બંને કામોને હાલ મુલતવી રાખવામાં આવેલ છે. વોર્ડ નંબર 9 અને 10 ના વિસ્તારમાં પાણીના નેટવર્કના કામને, અને શહેરમાં આવેલ ટ્યુબ વેલો, સબમર્સીબલ પંપ સેટ તથા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ મશીનરીના દુરસ્તીના કામોની રકમમાં 5 લાખ રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે. વડોદરા મહાનગરપાલિકાની માલિકીના ચાર સુપર સકર મશીનના ₹ 14,500 પ્રતિ 8 કલાકની શિફ્ટનો ભાવ મંજુર કરવામાં આવ્યો છે. તેમજ જેસીબી મેકના વાહનોના સ્પેરપાર્ટસ અને ટાયર ટ્યુબના કામોને મંજૂર કરવામાં આવ્યા છે. ધી વડોદરા મહાનગરપાલિકા એમ્પ્લોઇસ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ તરફથી રાહત દરે વિતરણ કરવામાં આવનાર ચોપડાના બંને મેન પેજ પર વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત પ્રસિદ્ધ કરવાનું મંજૂર કરવામાં આવે છે. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઈજારાથી મજૂરી કામથી પથ્થર પેવિંગ / કર્બિંગ ના કામને મંજૂર કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના રોડ પ્રોજેક્ટ શાખા માટે કન્સલ્ટન્ટ ની નિમણૂક હાલ મુલતવી રાખવામાં આવી છે. નાણાકીય વર્ષ 2023-24 નો ઓડિટ રિપોર્ટ ચીફ ઓડિટર તરફથી આવ્યો હતો તેને ધ્યાનમાં લીધો હતો. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની લેન્ડફિલ સાઈડ ખાતે કચરાને સમથળ કરવાની કામગીરી મંજૂર કરવામાં આવી હતી. આ સાથે જ સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં માંસાહારી પ્રાણીઓ માટે નોનવેજ ખોરાક ના વાર્ષિક ઇજારાને મંજુર કરવામાં આવ્યો હતો. પાણી પુરવઠા વિતરણ શાખામાં અછતના સમયમાં પાણી વિતરણ કરવા માટે ભાડેથી ટેન્કર મેળવવાનો વાર્ષિક ઈજારો મંજુર કરવામાં આવ્યો હતો. પૂર્વ ઝોન વિસ્તારમાં વોર્ડ નંબર 4, ઉત્તર ઝોન વિસ્તારમાં વોર્ડ નંબર 13 અને પૂર્વ ઝોન વિસ્તારમાં વોર્ડ નંબર 6 માં પાણીની કાસ્ટ આયર્ન / ડી.આઈ. નલિકા નાખવાના કામના ઇજારામાં નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અને પૂર્વજોનું માં વાર્ષિક ઈજારાથી ₹ 5 કરોડની મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેવર બ્લોક થી પ્રેવિંગ કરવાના કામને મંજૂર કરવામાં આવેલ છે.
સ્થાયી સમિતિની બેઠકમાં વરસાદી ગટરના દુરસ્તિકરણના કામ મંજૂર કરાયા
By
Posted on