Vadodara

સ્થાઇ સમિતિની મળેલી બેઠકમાં અઢાર તથા એક વધરાની પ્રપોઝલમાંથી 13જેટલા કામોને મંજૂરી

વડોદરા મહાનગરપાલિકાની સ્થાઇ સમિતિની બેઠક સ્થાઇ અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી જેમાં અઢાળ જેટલા કામો અંગેની દરખાસ્ત આવી હતી તથા એક વધારાની તેમ કુલ 19 કામોની દરખાસ્ત આવી હતી જેમાંથી 14 મંજૂર થઇ હતી જ્યારે 5 દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી.
જેમાં વડોદરા શહેરમાં પુરની સર્જાયેલ પરિસ્થિતિને લીધે શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત તમામ અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવા રાહત અને બચાવની કામગીરીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા તરફથી કરવામાં આવેલ ફુડ પેકેટ (સુક્કો નાસ્તો), ભોજન, દૂધ, પીવાનું પાણી, પરચુરણ (તાત્કાલિકના) ફરાસખાના, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ વગેરે તમામ આનુષંગિક વ્યવસ્થાઓ અને ખર્ચ-ખરીદી સમયમર્યાદાને ધ્યાનમાં લઇ કોઇપણ જાતની પ્રત્યાવાહીનો બાધ લીધા સિવાય કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી હતી,ગણેશ વિસર્જનની કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકા તરફથી તમામ કૃત્રિમ તળાવો અને અન્ય સ્થળોએ ફરાસખાના, બેનર્સ/હોર્ડીંગ્સ, જ ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી, LED Screen લાઇવ ટેલીકાસ્ટ, પીવાનું પાણીના ખર્ચ જે તે ઈજારાના તથા પૂરા થયેલ ફૂડ ખરીદી મર્યાદાને લઇ કોઇપણ જાતની પ્રત્યાવાહીનો બાય લીધા સિવાય કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપાઇ છે,યોજવામાં આવતાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો,ઉત્સવો, ઉદઘાટનો, લોકાપર્ણો, ખાતમુહૂતી વગેરે તમામ પ્રસંગો માટે ફરાસખાનાનો માલ-સામાન ભાડેથી પુરો પાડવાના શોભનમ ડેકોરેટર્સ’ના ઈજારાની મુદત તા.10-02-2023ના રોજ પૂર્ણ થતાં નવીન વાર્ષિકઇજારો થાય તે દરમિયાન દોઢ કરોડની મર્યાદામાં ઇજારદાર પાસે કરાવવામાં આવેલ કામગીરી પૂર્ણ થતાં આ કામનો નવીન ઇજારો ન થાય ત્યાં સુધી રૂ.50લાખની નાણાંકીય મર્યાદા લંબાવવા તથા આ કામે
નાણાંકીય મર્યાદા ઉપરાંત કરાવેલ કામગીરીના રૂ.16,81,679ના બિલના ચૂકવણાં કરવાની કમિશનર તરફથી આવેલી ભલામણ જોવાઇ તેને મંજુરી આપવામાં આવી હતી

જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસીંગમાં લાભાર્થીને લગત મૂલતવી કામગીરીના જાણકાર સોશ્યલ ડેવલોપમેન્ટ સ્પેશ્યાલિસ્ટ દેવર્ષિભાઈ યશોધરભાઇ રાવલની કરાર આધારિત મુદતમાં 11 માસનો વધારો કરવાની કમિશશનર તરફથી આવલી ભલામણ મૂલતવી કરાઇ, મૃત્યુ પામનાર વર્ગ-4ના આશ્રિત ઇસમને રૂપિયા ચૌદ લાખ રહેમરાહે નોકરીને બદલે આપવાની જે જોગવાઈ કરવામાં આવેલ છે. તેને બદલે કિસામાં ગુજરનારના
આશ્રિતોએ રહેમરાહે નોકરીની માંગણી કર્યેથી સદર કિસ્સામાં રહેમરાહે નોકરી અને રૂપિયા ત્રણ લાખનીઆર્થિક સહાય ચૂકવવામાં આવે તો સદર ચૌદ લાખ સહાય આપવાની રહેતી નથી જેને મુલતવી કરવામાં આવી,ગુજરનારના આશ્રિતોનુ નોટરાઇઝ બાહેંધરી પત્રક મેળવી નોકરી આપવાની કમિશ્નરશ્રી તરફથી આવેલો. ભલામણ જોવાઇ તેને મંજુરી આપવા ના કામને મુલતવી રખાયો
પશ્ચિમ ઝોન, વહીવટી વોર્ડ નં.11 માં આવેલ તાંદલજા APS પાસે હયાત ડ્રેનેજ ગ્રેવિટી લાઇન પર પડેલ ભંગાણ દુરસ્તી અને તેની આનુષંગિક કામગીરી જી.પી.એમ.સી.એકટની કલમ-67(3)(સી) હેઠળ ઇજારદાર સહિતના કામોને મંજૂર અથવા ધ્યાને લેવામાં આવ્યા આ સમગ્ર મામલે સ્થાઇ ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

Most Popular

To Top