સૂરસાગર સહિત વડોદરા શહેરમાં લારીગલ્લા દબાણ હટાવનો વિરોધ
ગરીબ રોજગાર પર સંકટ

કાંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાની આગેવાનીમાં મહાનગરપાલિકા કચેરીએ મોટાપાયે લારીગલ્લાધારકોને યોગ્ય સ્થળ ફાળવવું અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં મુકવાની માંગ સાથે રજુઆત
વડોદરાના સૂરસાગર વિસ્તારમાં લારી-ગલ્લા ધારકો પર સ્થાનિક મ્યુનિસિપલ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી ચાલતી હોય, તેમાં અનેક ગરીબ પરિવારોના રોજગાર પર સંકટ ઊભું થયું છે. મ્યુનિસિપલ કમિશનરના કચેરીએ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ત્રૃત્વિજ જોશી અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લારી ગલ્લા ધારકો અને કાર્યકરોએ મોરચો પહોંચ્યો હતો.
પ્રતિનિધિ મંડળની એવી માંગણી હતી કે શહેરમાં હજી સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલ કરવામાં આવ્યું નથી અને જ્યા સુધી તે લાગુ કરાયું નથી, ત્યાં સુધી લારીવાળાને તેમનો ધંધો કરવાથી રોકી શકાય નહીં. આ અંગે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ પણ સ્પષ્ટ છે. લોકો વર્ષોથી લારી ગલ્લા દ્વારા શહેરમાં ધંધો કરી ગુજારો કરતા આવ્યા છે, પણ હવે પાલિકા તેમને પ્લાન વિના હટાવતી હોવાથી ગરીબોનું જીવન મુશ્કેલ બની ગયું છે.
રાજ્ય સરકાર લારીગલ્લા દારકોને રોજગારી માટે રૂ.10,000ની કાયમી સહાય અને લોન આપે છે, પરંતુ મહાનગરપાલિકા સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કર્યા વિના અને યોગ્ય સ્થળ ફાળવ્યા વિના માત્ર દબાણ હટાવાનું ચાલું રાખે છે. કોંગ્રેસ આગેવાનોએ માંગ કરી હતી કે તમામ લારીગલ્લા પથારાવાળાને નિયત જગ્યા ફાળવવામાં આવે અને તેમનો રોજગાર છીનવાય નહીં તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે.
આ સમગ્ર કેસ મામલે શહેરના ગરીબ વર્ગે પોતાનું ગુજરાન ચલાવવા માટે મજબૂત રજુઆત કરી છે. મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યું છે કે ધંધાદારી લોકોને સરકારની પોલિસી મુજબ યોગ્ય આયોજન કરીને રોજગારી અને આધુનિક વ્યવસ્થા માટે ફાળવણી કરવામાં આવશે.