Vadodara

સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા નર્મદા અને કુબેર ભવનને ખાલી કરવા સૂચના

આર એન્ડ બી વિભાગે ગંભીરતાને ધ્યાને લઈ પત્ર થકી જાણ કરી :

આગામી 19 દિવસમાં ભવનની તમામ કચેરીઓ અન્ય સ્થળે ખસેડાશે :

( પ્રતિનિધી )વડોદરા,તા.9

આર એન્ડ બી વિભાગે નર્મદા ભુવન અને કુબેર ભુવનના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા હતા. જે નેગેટિવ આવતા તેની ગંભીરતાથી નોંધ લેવાઈ છે. વિભાગ દ્વારા પત્ર મારફતે બંને ભુવનને આગામી 19 દિવસમાં ખાલી કરવા અને તેમાં આવેલી કચેરીઓને અન્ય સ્થળે ખસેડવા આદેશ કરાયો છે.

મોટી કોઈ દુર્ઘટના બને ત્યારબાદ તંત્ર જાગતું હોય છે અને આગળની કાર્યવાહી કરે છે. ત્યારે, તાજેતરમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મોડે મોડે આર એન્ડ બી વિભાગ જાગ્યું છે. વડોદરામાં 40 જેટલી ઇમારતો ચકાસવામાં આવી હતી. જેમાંથી 2 જર્જરીત ઐતિહાસિક ઈમારતો તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાંથી કુબેર ભુવન અને નર્મદા ભવનનું રેટ્રો ફિટિંગ કરવામાં આવશે. આ બંને ભવનમાં આવેલી ઓફિસોને 20 દિવસમાં ખાલી કરવા માટે પીડબ્લ્યુડી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. આટલી બધી ઓફિસો ક્યાં લઇ જવી તે પણ તંત્ર માટે સમસ્યા ઉભી કરશે. વડોદરા શહેરમાં 8 માળના નર્મદા ભવનને રૂપિયા કરોડોના ખર્ચે નવું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આરએન્ડબી વિભાગે કરેલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં કુબેર ભુવન અને નર્મદા ભુવનનો રિપોર્ટ નેગેટિવ આવતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ઈમારતોને ધ્યાને લેતા નર્મદા ભુવનને મજબૂતીકરણની કામગીરી કરવાની હોવાથી ઈમારત ખાલી કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.

કોઈ અરજદાર કે કર્મચારીને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે, હવે આ બંને ઈમારતોમાં આવેલી કચેરીઓ ક્યાં ખસેડવી તેને લઈ અસમંજસ સર્જાયું છે. આ મામલે જિલ્લા કલેક્ટરે વૈકલ્પિક વ્યવસ્થા શોધવા માટે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top