લોકસભાની ચૂંટણીને લઇને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વોન્ટેડ આરોપીને પકડવા સુચના અપાઇ
બૂટલેગર સામે સમગ્ર ગુજરાતમાં 27થી વધુના ગુના નોંધાયેલા છે
ભરૂચ એલસીબીના બે કોન્સ્ટેબલ દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના લોકેશન લઇને દારૂની ગેરકાયદે લાઇ્ન ચલાવનાર બુટલેગરોને આપતા હતા. ત્યારે આ જાસૂસીકાંડમાં સાંડોવાયેલા મધ્ય ગુજરાતના લિસ્ટેડ વડોદરાના બુટલેગર પરેશ ઉર્ફે ચકાને એક વર્ષ બાદ સ્ટેટ મોનિટરિગ સેલની ટીમે દમણ ખાતેના બારમાંથી દબોચી લીધો છે. તેની સામે ગુજરાતમાં પ્રોહિબિશનના 27થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને 6 ગુનામાં બે વર્ષથી વોન્ટેડ છે.
આગામી લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે અને આદર્શ આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત તથા આંતરરાજ્યોના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તથા આર.બી.બ્રહ્મભટ્ટે સ્ટેટ મોનીટરીંગ સેલને સુચના આપી હતી. જેના આધારે ટીમ નાસતા – ફરતા આરોપીઓ પકડવા એક્ટિવ થઇ ગઇ છે. તેવામાં
વર્ષ 2023માં ભરૂચ જિલ્લા એલસીબીના બે પોલીસ કર્મી દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિકારી કર્મચારીઓના લોકેશનો લઈને દારૂની ગેરકાયદે લાઈન ચલાવનાર બુટલેગર પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણ અને નયન ઉર્ફે બોબડો કાયસ્થને આપતા હતાં. ત્યારે આ જાસુસીકાંડમાં સંડોવવાયેલો બુટલેગર પરેશ ઉર્પે ચકો ચૌહાણ છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો રહે છે અને હાલમાં દમણ ખાતેના મયુર બિયર બારમાં હોવાની 30 માર્ચના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમી મળી હતી. જેના આધારે ટીમે દબણ પહોંચી બુલેગરને ભાગે તે પહેલા જ દબોચી લીધો હતો. આરોપી એસએમસી દ્વારા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. બુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરુદ્ધમાં ગુજરાતમાં પ્રોહિબિશનના 27થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને 6 ગુનામાં બે વર્ષથી વોન્ટેડ છે.