કાલોલ :
ટીંબાગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઇનોવેટીવ મુખ્ય શિક્ષક સતિષભાઈ પ્રજાપતિએ સતત 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આપેલી સેવાઓ બદલ ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
79 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રભાવના સેવા સંસ્થા સમિતિ ગુજરાત દ્રારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું . ગુજરાત ની કલા, કૌશલ્ય અને અનેકવિધ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું. ટીંબાગામ પ્રાથમિક શાળામાંથી સતિષભાઈ પ્રજાપતિને સ્વાતંત્ર્ય પર્વના દિને માં નર્મદાની ગોદમાં ડૉ. બારૈયા જેઓ વડોદરામાં માનવ સેવા સંસ્થા દ્રારા ગરીબ બાળકોને મફત માં શિક્ષણ આપી રહ્યા છે, તેમના હસ્તે સન્માનીત કરાયા હતા.