Vadodara

સ્કૂલના બાળકો પાસે સ્કૂલ વેન ને ધક્કો મરાવ્યાનો વીડિયો વાઈરલ

વડોદરા શહેરના મધ્ય વિસ્તારમાં સ્કૂલના બાળકોને લઈને જતી વેન બંધ થઈ ગઈ હતી. બાદમાં બાળકો પાસે સ્કૂલ વેન ના ડ્રાઈવરે વેનમાં અમૂક બાળકો સાથે બેસી રહીને ધક્કો મરાવ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પાસે વેનને ધક્કો મરાવતાં વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં ઓટો ચાલક સામે ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. સુત્રોએ જણાવ્યું હતું કે, વેન નંબર GJ 06 AT 5108ના ડ્રાઈવર સામે નિયમો અનુસાર પગલાં લેવામાં આવશે ખરા? જો કે, આ બાબતે વાલીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ તેવી કોમેન્ટ સોશિયલ મીડિયામાં સામે આવી હતી. બાળકો પાસે સ્કૂલ વેનમાં ધક્કા મરાવવા યોગ્ય ન હોય આવા ચાલકોની સ્કૂલ વેન માં બાળકો ન મોકલવા સોશિયલ મીડિયામાં કોમેન્ટ આવી હતી. જે સ્કૂલ ની આ વેન હતી એ સ્કૂલ પર પણ પગલાં લેવા જોઈએ એવી પણ સોશિયલ મીડિયા પર પોડ મુકાઈ હતી . હવે જોવાનું એ રહશે સ્કૂલ પર શું પગલાં લેવાય છે? અને સ્કૂલ વેન ચલાવતા ડ્રાઇવર પર પણ કાયદાકીય કાર્યવાહી શું કરવામાં આવશે.?

Most Popular

To Top