*સૌ રમે..સૌ આગળ વધે’ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા ત્રિદિવસીય શાળા રમતોત્સવ નું શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તા.26 થી 28 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઇન ડોર અને આઉટડોર રમતો યોજાશે જેમાં ખોખો, લંગડી,દૌડ, કબડ્ડી, ગોળા ફેંક,ચક્રફેક,કેરમ જેવી રમતો રમાડવામાં આવશે જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો.આ વર્ષે ‘સૌ રમે…સૌ આગળ વધે’ અંતર્ગત આ શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે તથા ભાવિ ઘડતર માટે પણ રમતગમત ખૂબ મહત્વ ધરાવે છે સાથે જ આજે વીર બાલ દિવસ પણ છે શીખોના દસમા ધર્મગુરુ ગોવિંદસિહજીના બે પુત્રો સાહિબજાદા જોરાવરસિંહ તથા ફતેસિંહ શહિદ થયા હતા તેઓની શહાદતની યાદમાં દર વર્ષે 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે આજથી ત્રણ દિવસ સુધી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા શાળા રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલ, મેયર પિન્કીબેન સોની,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષીધ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજના ઠક્કર તથા શાસનાધિકારી શ્વેતા પારગી સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યો, આચાર્ય તથા શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.આ પ્રસંગે દંડક બાલકૃષ્ણ શુકલ,મેયર પિન્કીબેન સોની તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે બાળકોને રમતોત્સવ તથા વીર બાલ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.