વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશો , અધિકારીઓ અને કર્મચારીઓ ક્યારે સુધરશે એ સમજાતું નથી.
વડોદરા મહાનગર પાલિકામાં સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ચાલતું ધુપ્પલ ફરી બહાર આવ્યું છે. શહેરમાં કચરો બાંધ્યા વિના ખુલ્લામાં પરિવહન કરતા વાહનો નજરે પડી રહ્યા છે.
વડોદરા શહેર વાડી સ્થિત જૂની વોર્ડ નં-૩ની કચેરી પાસેથી કચરો ભરેલુ ટ્રેક્ટર કપડું બાંધ્યા વિના પસાર થતાં વિસ્તારમાં પારાવાર દુર્ગંધ ફેલાતા સ્થાનિકો માં ભારે રોષ જોવા મળી છે. કચરા માટે ની ગાડી કચરો લઈ જાય છે કે કચરો ફેલાવે છે. બંધ બોડીની કચરાની ગાડી હોવી જોઈએ ત્યાં તો ખુલ્લા ડપ્પર માં શહેરનો કચરો લઇ જતા ડપ્પરમાંથી કચરો તો નીચે ફેલાઈ રહ્યો છે સાથે સાથે આખાય વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાય છે. સાથે સાથે વિસ્તારમાં બીમારીઓ પણ ફેલાવવાનું કામ થઈ રહ્યું હોય એમ દેખાઈ આવે છે. બંધ બોડી ની કચરાની ગાડી વાપરવી જોઈએ પરંતુ અહી તો કચરા ભરેલી ગાડીને કપડું પણ પણ બંધાતું નથી જેથી કચરો રસ્તાપર પડતો જાય છે અને દુર્ગંધ પણ ફેલાય છે. સ્થાનિકો માં આ જોઈ ભારે નારાજગી જોવા મળી રહી છે.
સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટનું ધુપ્પલ, ખુલ્લા વાહનમાં થતું કચરાનું પરિવહન
By
Posted on