Vadodara

સોરી મોદીજી, તમારું શૂન્ય વીજ બિલનું સ્વપ્ન વડોદરામાં સાકાર નહિ થાય……

એક તરફ વડાપ્રધાન ચૂંટણી પ્રચારમાં નાગરિકોના ઇલેક્ટ્રીક અને પેટ્રોલનું બિલ શૂન્ય કરવાનું જણાવી રહ્યા છે ત્યાં સોલાર પેનલ માટેના ઇન્વર્ટર અને જીઇબીના મીટર બે મહિનાથી લાગતા નથી

એજન્સીઓ કહે છે પીસીબીની અછતના કારણે પરિસ્થિતિ સર્જાઈ : લાખોનો ખર્ચ છતાં ઉનાળામાં વીજળીના યુનિટ ક્રેડિટ ન મળ્યા


વડોદરા, તા.
અસંખ્ય શહેરીજનોએ સોલાર પેનલ લગાવવા માટે કરેલી કામગીરી બાદ સેમિકન્ડક્ટરનો ઇસ્યુ હોવાથી શહેરમાં અનેક જગ્યાએ સોલાર પેનલના ઇન્વર્ટર હજુ લાગી શક્યા નથી. જેના કારણે અંદાજે બે મહિનાથી વધુ સમયથી લોકોનું ઇન્વેટર શરૂ થઈ શક્યું નથી. લગભગ ઉનાળો પૂર્ણતાના આરે છે ત્યાં સુધી અનેક જગ્યાએ કામગીરી પૂર્ણ ન થતા લાખોનો ખર્ચ કરનારાઓ નિરાશ થઈ રહ્યા છે.
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં નાગરિકોને તેમના વીજ અને પેટ્રોલના બિલ શૂન્ય કરવાનું વચન આપી રહ્યા છે અને આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી આપતી સરકારી યોજના પણ શરૂ કરવામાં આવી છે. જે હેઠળ અનેક જગ્યાએ સોલાર પેનલ લગાવવાની કામગીરી ઝડપથી શરૂ થઈ રહી છે. આ માટે પ્રતિ કિલો વોટ પ્રમાણે નાણાં ચૂકવવા પડતા હોય છે. નાનામાં નાની સોલાર પેનલ લગાવવા માટે અંદાજે રૂપિયા દોઢ લાખથી વધુના નાણા વિવિધ એજન્સીઓ દ્વારા વસૂલવામાં આવી રહ્યા છે. પરંતુ નાણાંનું પેમેન્ટ થઈ ગયે અંદાજે બે મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ અનેક સોલાર પેનલમાં ઇન્વેટર અને જીબીના મીટર ન લાગતા ઇલેક્ટ્રિક મીટરના યુનિટની ક્રેડિટ સોલાર પેનલ લગાવનારાઓને મળી રહી નથી. ખાસ કરીને ઉનાળામાં ગરમી વધુ હોવાથી સોલાર પેનલમાં વીજળી વધુ જનરેટ (ઉત્પન્ન) થતી હોય છે અને તેનો સીધો ફાયદો સોલાર પેનલ લગાવનારાઓને થઈ શકતો હોય છે પરંતુ જે ગ્રાહકોએ માર્ચ મહિનામાં પૈસા ભર્યા છે અને હાલ જૂન મહિનો ચાલુ થઈ ગયો છે તેમ છતાં અનેક જગ્યાએ સોલાર પેનલ સંપૂર્ણ કાર્યરત થઈ શકી નથી. ઘણી જગ્યાએ માત્ર સોલાર પેનલ લગાવવામાં આવી છે, તે સંપૂર્ણ કાર્યરત થઈ શકી નથી. આ અંગે એજન્સીનું જણાવવાનું છે કે, હાલ કંપનીઓ પાસે ઈન્વરટરની ખૂબ જ ખોટ (સોર્ટેજ) જણાઈ રહી છે. પાંચ કિલો વોલ્ટથી નાના ઇન્વર્ટર માટે પણ ફાફા પડી રહ્યા છે. છેલ્લા અહેવાલ પ્રમાણે હાલ પાંચ વોલ્ટ ઉપરના કેટલાક ઇન્વેટર આવવાના શરૂ થયા છે પરંતુ એ પણ હજુ પૂરતા નથી અને મોટેભાગે તે કંપનીઓ અને બિન રહેણાંક જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય તેમ છે. આ માટે એજન્સીઓનું જણાવવાનું છે કે, આપણે ત્યાં પીસીબી, સેમિકન્ડક્ટરનો ખૂબ જ ગંભીર પ્રશ્ન ચાલી રહ્યો છે. કારણ કે આપણે આના માટે અન્ય દેશ પર નિર્ભર છીએ. હાલ એવી પણ કંપનીઓ છે જેની વેબસાઈટ નથી અને જે લોકોને માત્ર સો ઇન્વેટર બનાવતા હોય તેવા લોકો પાસે પણ પીસીબીનો જથ્થો ઉપલબ્ધ નથી. એ પરથી સમજી શકાય છે કે માર્કેટમાં તેની કેટલી સૉર્ટેજ છે.

જીઇબીનું કન્સર્ન પોર્ટલ બંધ, મીટર લાગતા નથી
સોલાર પેનલ લગાવનારાઓને ત્યાં સોલાર પેનલ ઊભી કરી દેવામાં આવે છે પરંતુ જ્યાં સુધી ઇન્વર્ટર અને જીઈબીનું મીટર ન ઉતરે ત્યાં સુધી તેઓને યુનિટના ક્રેડિટ મળી શકતા નથી. ત્યારે હાલ જીઇબીનું ડિસ્કોમ પોર્ટલ કાર્યરત નથી! અને તેના કારણે જીઇબી દ્વારા મીટર લગાવવાની કામગીરી પણ અટકી ગઈ હોવાનું જાણવા મળે છે. કન્સર્ન પોર્ટલ વગર આગળની કાર્યવાહી થઈ રહી નથી. આમ સોલર પેનલ લગાવનારાઓનો હાલ બંને બાજુથી મરો થયો છે.

Most Popular

To Top