Vadodara

સોમા તળાવ ચાર રસ્તા પાસે ડીપીમાં આગ લાગી

વડોદરા શહેરમાં સોમા તળાવ ચાર રસ્તા થી ભારત પેટ્રોલ પંપ ની બાજુની આવેલી સોસાયટીના રોડ પર નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.



શહેરના વાઘોડિયા – ડભોઇ રોડ ખાતે આવેલા સોમા તળાવ થી ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલી સોસાયટીના નાકે નારાયણ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ સામે ડીપી માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં ડીભી ભડભડ સળગી ઉઠી હતી.

સમગ્ર બનાવની જાણ થતાં ગાજરાવાડી ફાયરબ્રિગેડની ટીમ તથા મધ્ય ગુજરાત વિજ કંપની દ્વારા ઘટનાસ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરાવી ફાયરબ્રિગેડે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.સમગ્ર મામલે ગાજરાવાડી ફાયર સ્ટેશનના જીતેન્દ્ર રોહિતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવ્યું હતું.
હાલમાં ગરમી વધતા વીજ લોડ વધ્યો છે જેના કારણે આગજનીની ઘટનાઓ બનવા પામી છે.

Most Popular

To Top