ગત તા.10એપ્રિલ ના રોજ રાત્રે દ્વારકાધીશ પાનના દુકાનદારે ઉધાર સિગારેટ આપવાની ના પાડતાં ચાર ઇસમોએ મારામારી કરી ટેબલ ખુરશીને નુકસાન કર્યું હતું

(પ્રતિનિધિ) વડોદરા તા. 11
ગત તા.10 એપ્રિલના રોજ રાત્રે શહેરના સોમાતળાવ ચારરસ્તા નજીક આવેલા દર્શનમ્ ક્રોસ કોમ્પલેક્ષમા આવેલ દ્વારકાધીશ પાનના દુકાને ચાર ઇસમો દ્વારા ઉધાર સિગારેટ ની માંગણી કરતાં દુકાનદારે ના પાડી હતી જેથી ચારેય ઇસમો દ્વારા દુકાનદારને અપશબ્દો બોલી ઝઘડો કરી દુકાનના ટેબલ ખુરશી સહિતની સંપતિને નુકસાન કરી દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના મામલે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.
શહેરમાં લોકોને જાણે કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તે રીતે રાત્રિ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી નશામાં અકસ્માત કરવા, મારામારી, દાદાગીરી કરવી જેવા ગુનાઓ આચરીને ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે ત્યારે શહેરના સોમા તળાવ ચારરસ્તા નજીક આવેલા દર્શનમ્ ક્રોસ કોમ્પલેક્ષમા દુકાન નંબર 25મા આવેલ દ્વારકાધીશ પાનના દુકાને ગત તા 10 એપ્રિલના રાત્રે 1 થી દોઢ વચ્ચે ચાર ઇસમો નામે અજીત વાળા, અંકિત વણઝારા, ક્રિશ્ના ઠાકોર તથા શેરખાન પઠાણ નામના ઇસમોએ વાઘોડિયારોડ વિસ્તારમાં વેદ રેસિડેન્સીમા રહેતા દુકાન માલિક મયંક અશોકભાઇ પટેલ અને પ્રતિક પાસેથી પાંચ નંગ સિગારેટની માંગણી કરી હતી જેથી તેઓને સિગારેટ આપી હતી સિગારેટ પી લીધા પછી દુકાન પર બેઠેલા પ્રતિકે સિગારેટના રૂ.100માંગતા ચારેયે ઉધાર રાખવાનું જણાવ્યું હતું ત્યારે પ્રતિકે “ઉધાર નહિ રાખું દુકાન ભાડું 40,000ચૂકવુ છું” તેમ જણાવી પૈસાની માગણી કરતાં બે લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને પ્રતિક સાથે ઝગડો શરુ કર્યો હતો તે દરમિયાન અજીત વાળાએ બાજુમાં પડેલી ચ્હાની કિટલી પ્રતિકને મારવા જતાં મયંકભાઇ વચ્ચે પડી હાથ આડો કરતા કપાળના ડાબા ભાગે કિટલી વાગતા ચકામુ પડી ગયું હતું દરમિયાન ક્રિશ્ના ઠાકોર અને શેરખાન પઠાણે દુકાન આગળ પડેલ કાઉન્ટર ટેબલ તથા ખુરશીની તોડફોડ કરી “તું કેવો આ દુકાન ચલાવે છે જોઇ લઇશુ” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મયંકભાઇ પટેલે ચારેય ઇસમો વિરૂધ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેયની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.