શહેરના પૂર્વ વિસ્તારમાં સોમાતળાવ નજીક કૃત્રિમ તળાવ ફરતે સુરક્ષા હેતુ ફેન્સિંગ કરવામાં આવી છે સાથે જ અહીં મોટી પ્રતિમાઓના વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા તદુપરાંત લાઇટ, તરાપા, લાઇફજેકેટ્સ સાથે તરવૈયાઓની વ્યવસ્થા ઉપરાંત નિર્માલ્ય માટે ડસ્ટબીન, તળાવ ખાતે શ્રીજીની આરતી માટે ટેબલની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા માટે જીઆરડી, પોલીસ તથા પાલિકાની ટીમ તહેનાત રખાઇ છે.




