સોમવારે બે સગીર ગફલતભરી રીતે કાર હંકારી આજવારોડ ખાતે ડિવાઇર પાસે થાંભલા સાથે અથાડતા કારને નુકસાન થયું હતું

ગત સોમવારે મોડી રાત્રે પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા મહાવીર હોલ ચાર રસ્તાથી સુલેમાની ચાર રસ્તા જવાના રોડ ઉપર સગીર તેના સગીર મિત્ર સાથે પોતાના પિતાની ક્રેટા ગાડીને બે કાળજીપૂર્વક ભયજનક રીતે ઓવર સ્પીડમાં અને ડ્રાઈવીંગ લાયસન્સ વગર બેફામ ચલાવી લઇ જતા હતા ત્યારે રોડ ક્રોસ કરતા રાહદારીઓ વચ્ચે આવતા પોતાની ગાડીનુ બેલેન્સ ગુમાવી દઇ ગાડીને રોડ વચ્ચેના ડીવાઈડર તેમજ પોલ સાથે અથડાવી દીધેલ જેમાં અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના રહીશો ત્યા ભેગા થઇ ગયેલ. તેમાથી ત્રણ ઇસમો પાર્થ દેવેન્દ્ર માછી, જીગર રમેશ કહાર અને ધનરાજ જસવંતસિંહ રાજે મળીને બે સગીરને ગડદાપાટુનો માર મારી ગંદી ગાળો આપી સામાન્ય ઇજા પહોચાડી ગુનો કર્યો હતો જે બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે તેમજ કાયદાના સંઘર્ષમા આવેલા બે સગીર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.