વડોદરા શહેરમાં આવેલ સેવાસી ભીમપુરા ખાતે કરોડોના ખર્ચે RCC રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે કેટલાક રોડ નવા બનાવવામાં આવ્યા છે, તે જગ્યા પર આજે મસમોટો ભૂવો પડ્યો હતો.

અહીં આરસીસી રોડ ની અંદર કોઈપણ જાતના સળિયા જોવા મળતા નથી. સાથે જ આરસીસી રોડનું મટીરીયલ હલકી ગુણવત્તાનું હોય તેમ જણાય આવે છે. આ રોડનું લેબોરેટરી ટેસ્ટ થવું જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે જ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને તપાસ કરનાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ કરીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી સામાજીક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
