Vadodara

સેવાસી ભાયલી રોડ પર ભર બપોરે ધડાકાભેર અકસ્માત.

બે કાર વચ્ચે થયેલા અકસ્માત માં કોઈ જાન હાની નહીં.

બનાવના પગલે લોકટોળા ઉમટી પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

સંસ્કારી નગરી ને નજર લાગી ગઈ હોય તેમ દિન બ દિન અકસ્માતો ની વણથંભી વણઝાર ચાલુ જ છે 24 કલાક ટ્રાફિક થી ધમધમતા સેવાસી ભાયલી રોડ ઉપર આવેલી પ્રિયા ટૉકીઝ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકઠા થઇ ગયેલા લોકટોળા માં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જાહેર માર્ગ ઉપર પુર ઝડપે પસાર થતી બંને કારના ચાલકોએ સ્ટેરીંગ પર ના કાબુ ગુમાવતા ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો બનાવના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઉંમટી પડેલા ટોળા ભયભીત નજરે અકસ્માત નિહાળવા ઊભા થઈ ગયા હતા. લોગન કંપનીની કાર તો પૂર ઝડપમાં હોવાથી ડિવાઇડર ઉપર આખી ચડી જતા વ્યાપક નુકશાન થયું હતું. અકસ્માત બાદ આવેશમાં આવી ગયેલા બંને વાહનના ચાલકોએ ઉગ્ર સ્વરે વાતચીત કરીને આખરે અંદરખાને સમાધાન કરી લેતા કોઈ ગુનો નોંધાયો નહોતો. લોક ટોળામાં એવું સાંભળવા મળ્યું હતું કે વાહન અકસ્માતથી કોઈ વાહન ચાલક કે રાહદારીને જીવલેણ જાનહાની થાય તો જ પોલીસ ગુનો દાખલ કરે છે આવી રીતે ઘટના બન્યા બાદ પણ જો વાહન ચાલક સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે તો ગુના નું પ્રમાણ ચોક્કસ ઘટી શકે છે અનેક ઠેકાણે ટ્રાફિક સિગ્નલ ની સમસ્યા અને બીજી તરફ વાહન ચાલકો બે ફિકરાઈ ભર્યા વાહન હંકારતા હોવાથી સેકડો નિર્દોષો એ જીવ ખોયા છે. ટ્રાફિકના કાયદા કડક થાય તો વાહક અકસ્માતોનું પ્રમાણ ઘટશે.

Most Popular

To Top