Vadodara

સેવાસી ટીપી-૧નાં શાશ્વત ગ્રીનસ્કેપ આસપાસ ૧૨ ઇંચની નાની ડ્રેનેજ નંખાતા લાઇનમાં બ્લોકેજ…

વડોદરા શહેરના સેવાસી ટીપી-૧માં આવેલા શાશ્વત ગ્રીનસ્કેપ અર્બન રેસીડેન્સી ની આસ પાસ ૪૦૦ વુડાના મકાનો આવેલા છે તે સહિતની કુલ ૬૦૦ મકાનો વચ્ચે ૧૨ ઇંચની નાની ડ્રેનેજ નંખાતા લાઇનમાં બ્લોકેજની સમસ્યા સર્જાઈ છે. પાલિકા દ્બારા નવી લાઇન નાંખવા ખાડા ખોદાયા પણ યોગ્ય પુરાણ નહિ કરાતાં ડ્રેનેજના દુષિત પાણી વિસ્તારમાં રેલાયા હતા. સમસ્યાથી લોકો ત્રસ્ત.. સ્થાનિકોએ એકત્ર થઇ કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વડોદરા સેવાસી ટીપી -૧ ગટર લાઇન નાખવા નું કામ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું છે. અને પાલિકા દ્વારા ચારેય બાજુ ખાડા ખોદી નાખવામાં આવ્યા છે.ગટર માટે ૧૨ ઇચની પાઇપો નખાતા આખાય એરિયા ની ગટર ઉભરાઈ આવી છે અને આખા વિસ્તાર માં દુર્ગંધ અને ગંદકી થવા પામી છે. જેનાથી બીમારીઓ ફેલાઈ રહી છે અને સ્થાનિકોને અવર જવર માટે પણ તકલીફ પાડી રહી છે.ત્યારે રહીશો દ્વારા અનેક વાર કોર્પોરેશનમાં ફરિયાદો કરી છતાં કોઈ સાંભળતું નથી અને અમારા નાના છોકરાઓ અને ગણી મહિલાઓ ઉભરાતી ગટરના પાણીના કારણે લપસી પણ ગયાના બનાવો બને છે. પાલિકાએ આખા વિસ્તારને મુશ્કેલીમાં મૂક્યું છે . આ વિસ્તારની સુવિધા જલ્દીથી પૂરી કરવામાં આવે સામે ચોમાસુ હોવાથી જલ્દીથી કામ પૂર્ણ થાય એવી માંગ કરી છે. તંત્ર એ ચારેય તરફ ખાડા કરી વડોદરા ને ખડોદ્રા બનાવી દીધું હોવા નો આક્ષેપ કર્યો હતો.

Most Popular

To Top