ગળતેશ્વર તાલુકા વડામથક સેવાલિયા ખાતે રેલ્વે સ્ટેશન ઉપર પ્રજાની હાલાકીમાં વધારો
સેવાલિયા રેલ્વે સ્ટેશન ખાતે સિંગલ લાઈન હતી. જેને ડબલ લાઈન કરતા એક નંબર અને બે નંબર એવા સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર અવર-જવર કરવા માટે પ્રજાને રેલવેના એન્જિનિયર દ્વારા અથવા રેલવેના ઉચ્ચ અધિકારીની જાન બહાર હોય તે રીતે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા અને પ્રજાને હેરાન કરવા જેવી સ્થિતિ ઊભી કરવામાં આવી છે. જે રીતે એક નંબરના પ્લેટફોર્મ ઉપરથી બે નંબરના પ્લેટફોર્મ પર જવા માટે યુ ટર્ન આકારનો રસ્તો બનાવી પ્રજાને માલ સામાન સાથે લઈ જવા માટે ગોળ ગોળ ફરી થાકવાના ધંધા જેવી સ્થિતિ ઊભી કરવામાં આવી છે. આ રીતનું જ રાખવાનું હોય તો તાત્કાલિક ધોરણે લિફ્ટ મૂકવની જરૂરીયાત જણાય છે. આ બાબતે પ્રજામાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. કેમકે અમુક ટકા પેસેન્જર હાર્ટ એટેક વાળા , શ્વાસના રોગોથી બીમાર તેમજ ઉંમરલાયક વ્યક્તિઓ માટે દર્દનાક હાલત હોય તાત્કાલિક ધોરણે લિફ્ટની વ્યવસ્થા જરૂરી જણાય છે.