કાલોલ :
સેવાલિયા મહિસાગર બ્રિજ ઉપરથી મહિલા એ છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહીસાગર નદીના બ્રિજ ઉપર એક મહિલા આત્મહત્યા હત્યા કરવા માટે બ્રિજની સાઈડ ઉપર લગાવેલ સુરક્ષા રેલિંગ પકડી છલાંગ લગાવી આત્મહત્યા કરવા જતાં મહિલાને બચાવવા ત્યાં હાજર લોક ટોળા ભેગા થયા હતા જેમાં એક યુવાને હિંમત દાખવી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાએ બ્રિજની રેલિંગ છોડી દેતા ઉચાઈ પરથી મહિસાગર નદીના પાણી વહેણ માં પટકાઈ હતી. નદીના વહેણમાં તણાઇને જતા બ્રિજ ઉપરથી બચાવ કરવા માટે બુમાબૂમ કરતા ત્યાં હાજર લોકોએ તેને બચાવી લીધી હતી અને મહિસાગર નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેથી તેને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. કયા કારણોસર મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તેનું કારણ જાણી શકાયું નથી. હાલ તે મહિલાનો આત્મહત્યા કરવાનો પ્રયાસનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.