Vadodara

સુસેન સર્કલ પર સિગ્નલના અભાવે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા એક તરફ રોંગ સાઇડ વાહન ચલાવતાને દંડ કરી અકસ્માતને રોકવા માટેનું કામ હાલ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના સૂસેન સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલનો અભાવ જોવા મળ્યો છે. જેના કારણે ચાલકો આડેધડ વાહન ચલાવી રહ્યા છે. જેમાં મોટો અક્સ્માત થવાની અને નિર્દોષનો જીવ પણ જાય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અગાઉ પણ સુસેન સર્કલ તરફિક સમસ્યાને ધ્યાનમાં લઈ બે વાર સર્કલ નાનું કરવામાં આવ્યું છે. છતાં જામ્બુવા હાઇવે પરથી આવતા ભારદારી વાહનોને તેના ચાલકો આડેધડ અને પૂરપાટ હંકારે છે. બીજી બાજુ નજીકમાં વડોદરા ની મોટી GIDC આવેલી છે. જેના કામદાર શિફ્ટ વાઈઝ છૂટે ત્યારે પણ ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક સર્જાય છે . વડોદરા શહેરમાંથી તરસાલી બાયપાસ થઈ હાઇવે પર જવા માટે નો રસ્તો પણ આજ સર્કલ પરથી જવાય છે જેના કારણે પણ ઘણી વાર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. હાલમાંજ આવાજ મોટા સર્કલ એટલે કે શહેરનાં વુડા સર્કલ પર પણ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. ત્યારે માત્ર શહેરના અતિ ટ્રાફિકથી વ્યસ્ત એવા સુસેન સર્કલ પર ટ્રાફિક સિગ્નલ જલદીમાં લગાવવામાં આવે જેથી કરી કોઈ મોટો અકસ્માત ના સર્જાય અને નિર્દોષોનો જીવ ના જાય વહેલી તકે ટ્રાફિક સિગ્નલ લગાવવાની લોકોએ માંગ કરી છે.

Most Popular

To Top