*શહેરના સુસેન સર્કલથી તરસાલી તરફ જતા ગ્રીન સોસાયટીના મકાનમાં શુક્રવારે રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે નજીવું નુકસાન થયું હતું.
શુક્રવારે રાત્રે અંદાજે દસ વાગ્યાની આસપાસના સુમારે શહેરના સુસેન સર્કલથી તરસાલી તરફ જવાના રસ્તે આવેલી ગ્રીનપાર્ક સોસાયટીના મકાન નંબર – 7મા અચાનક શોર્ટ સર્કિટ ના કારણે ધૂમાડા સાથે આગ લાગી હતી જો કે સદનસીબે પરિવારના સભ્યો બહાર નિકળી જતા કોઈ જાનહાનિ કે ઇજા થઇ નહોતી
.બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી વીજ કંપનીની ટીમ સાથે રહી આગ પર કાબૂ મેળવ્યો હતો.બનાવને પગલે પોલીસ પણ દોડી આવી હતી.આગમા ઘરનું વાયરીંગ તથા તેની આસપાસની ચીજને નુકસાન થયું હતું જો કે સદનસીબે કોઇ મોટું નુક્સાન થવા પામ્યું ન હતું