લાખોનો ખર્ચો કરી સમારકામની કામગીરી બાદ પણ ખાડામાં વાહન ફસાયું.
સુસેનથી મકરપુરા રોડ તરફ જતા ભુવા પુરામાં પાલિકા દ્વારા વેઠ ઉતારવામાં આવતા શનિવારે સવારે એક ભારધારી વાહન ભુવામાં ફસાઈ ગયું હતું.
વડોદરાના સુસેંથી મકરપુરા રોડ તરફ જવાના રસ્તે પેટ્રોલ પંપ પાસે પડેલો ભુવો પુરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં નહીં આવતા આજે ભારદારી વાહન તેમાં ફસાઈ ગયું હતું જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી. અત્યારે નોંધનીય છે કે પાલિકા દ્વારા કામગીરી તો કરવામાં આવે છે પરંતુ તે કામગીરી યોગ્ય ન થતી હોવાના કારણે વારંવાર આ પ્રકારની મુશ્કેલી સામનો નાગરિકોને વેઠવાનો વારો આવે છે. ત્યારે પાલિકા કઈ રીતે કામગીરી કરે છે તેનો ઉત્તમ નમૂનો આ સ્થળે જોવામાં આવ્યો હતો. લાખોનો ખર્ચો કરી સમારકામની કામગીરી બાદ પણ જો આ રીતે ખાડાઓમાં વાહન ફસાતા હોય તો પછી કામગીરીનું શું અર્થ? તેવી ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી હતી.
સ્થાનિકનું કહેવું છે કે થોડા સમય અગાઉ જ અહીંયા ભુવો પડ્યો હતો. જેની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આજે ફરી એક વખત ભારદારી વાહન એ જ જગ્યાએ ફસાઈ જતા ભારે જહેમત બાદ તે વાહનને બહાર કાઢવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે થોડા સમય અગાઉ જ અહીં આગળ ભુવાનું સમારકામ કરવામાં આવ્યું હતું અને એ જ જગ્યાએ આવી રીતના વાહન ફસાઈ જાય તો કામગીરી કેવી કરી છે એવા સવાલો તંત્ર પર ઊઠે છે. બેરીકેટિંગ કરેલું બીજી સાઈડ હતું જેના કારણે આ ભારદારી વાહન બીજી તરફ થી નીકળતા તેનું પડ્યું ભૂવામાં ફસાઈ ગયું હતું.
