Vadodara

સુરસાગર તળાવમાં જળચર જીવોના થઈ રહેલા મોતથી જીવદયા પ્રેમીઓમાં નારાજગી :

લોકો દ્વારા જાત જાતનો ખોરાક નાખવાના કારણે મોત થતું હોવાનું તારણ :

તળાવમાં પ્લાસ્ટિક બેગ, ફૂલહાર સહિતની વસ્તુઓ નહીં નાખવા અપીલ :

( પ્રતિનિધી )વડોદરા,તા.19

વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં ફરી એક વખત માછલીઓના મોત થયું હોવાનું સામે આવ્યું છે જેના કારણે જીવ દયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. લોકો દ્વારા જીવ પ્રત્યે પોતાની દયા દાખવવા માટે વિવિધ પ્રકારનો ખોરાક નાખવામાં આવતો હોય છે સાથે જ ફુલહાર પણ તેમાં નાખી ગંદકી કરવામાં આવતી હોય છે. ખોરાક ખાવા જડચર જીવો ઉપર આવતા હોય છે અને ઓક્સિજનના અભાવે તરફડિયા મારીને મોતને ભેટતા હોય છે. ત્યારે જીવ દયા પ્રેમીએ તળાવમાં પ્લાસ્ટિક બે ફૂલહાર વિવિધ પ્રકારનો ખોરાક નહીં નાખી ગંદકી નહીં કરવા અપીલ કરી હતી.

વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં અનેક વખત કાચબા અને માછલીઓના મોત થયા છે. જો કે તે વખતે ઓક્સિજનના અભાવે જળચર જીવોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું જેને લઈને પાલિકા તંત્ર સામે ફિટકારની લાગણી પણ વરસી હતી.

જોકે આ વખતે જળચર જીવોના થયેલા મોત મામલે જીવ દયા પ્રેમી શીતલ ભાલેરાવે જણાવ્યું હતું કે સુરસાગર તળાવમાં સફેદ માછલીઓ અને કાચબાઓ અનેરુ આકર્ષણ છે. તળાવ કિનારે આવતા કેટલાક લોકો દ્વારા જીવ પ્રત્યે દયા દાખવીને મમરા પાપડીનો લોટ, બન લાડુ સહિતનો ખોરાક મોટા પ્રમાણમાં નાખવામાં આવે છે. જે ખોરાક ખાઈને ઓક્સિજનના અભાવે પાણીની સપાટી પર જળચર જીવો આવી જઈને તરફડિયા મારી મોતને ભેટે છે.

જ્યારે કેટલાક લોકો તો સુરસાગર તળાવમાં રોટલીઓ પણ નાખે છે. જેના કારણે માછલીઓ તળાવ કિનારે પાણી પર ફરતી હોય છે અને આ જ દરમિયાન બિલાડી કુતરા માછલીઓ પકડીને બહાર આવી જતા હોય છે, ઘણા લોકો પૂજાપાનો સામાન જેમાં ફળ ફૂલ અને હાર નાખીને તળાવમાં ગંદકી કરે છે. જેના કારણે પણ સુરસાગર તળાવની સુંદરતા બગડી રહી છે. ત્યારે આ તળાવમાં પ્લાસ્ટિક બેગ ફુલહાર નહીં નાખી ગંદકી નહીં કરીને જળચર જીવોના જીવ અને સુરસાગર તળાવની સુંદરતાને બચાવવા માટે અપીલ કરી હતી.

Most Popular

To Top