Vadodara

સુરત – વડોદરા સેક્શન પર બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

વડોદરા ડિવિઝનના સુરત – વડોદરા સેક્શન પર બ્રિજ નંબર 551 પર સ્ટીલ ગર્ડરને PSC ગર્ડરથી બદલવા માટે, 18 ફેબ્રુઆરી, 2026 ના રોજ અપ લાઇન પર અને 19 ફેબ્રુઆરી, 2026 ના રોજ ડાઉન લાઇન પર 3.30 કલાકનો બ્લોક અમલમાં મૂકવામાં આવશે. પરિણામે ટ્રેનો પ્રભાવિત થશે:

અપ લાઇન બ્લોકને કારણે અસરગ્રસ્ત ટ્રેનોમાં 17 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉપડતી ટ્રેન નંબર 19020 હરિદ્વાર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 18 ફેબ્રુઆરીના રોજ વડોદરા ડિવિઝન પર 20 મિનિટ માટે નિયમન કરવામાં આવશે. 18 ફેબ્રુઆરીના રોજ ઉપડતી ટ્રેન નંબર 19012 દાહોદ – વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ, વડોદરા ડિવિઝન પર 10 મિનિટ માટે નિયમન કરવામાં આવશે. 19 ફેબ્રુઆરીના રોજ ડાઉન લાઇન પર બ્લોકને કારણે ટ્રેનો પ્રભાવિત થશે. જેમાં 18 ફેબ્રુઆરી ના રોજ ઉપડનારી ટ્રેન નં.12656 ચેન્નાઈ – અમદાવાદ નવજીવન એક્સપ્રેસ 19 ફેબ્રુઆરીના રોજ વડોદરા ડિવિઝન પર 40 મિનિટ માટે નિયમન કરવામાં આવશે. 19 ફેબ્રુઆરીના રોજ ઉપડનારી ટ્રેન નં. 09724 બાંદ્રા ટર્મિનસ – જબલપુર સ્પેશિયલ 19 ફેબ્રુઆરીના રોજ ઉપડનારી ટ્રેન નં. 09724 બાંદ્રા ટર્મિનસ – જબલપુર સ્પેશિયલ વડોદરા ડિવિઝન પર 40 મિનિટ માટે નિયમન કરવામાં આવશે.

Most Popular

To Top