કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહેલી પુણા પોલીસના પાપની સજા હવે આખુ શહેર ભોગવશે. આ શહેરના પોણા કરોડ લોકોને આજથી શાકભાજી અને અનાજ વગર ટળવળવુ પડે તેવી વિકટ પરિસ્થીતી સર્જાઇ ગઇ છે. 3000 પાસ વિહોણા લોકોનું ટોળુ માર્કેટ યાર્ડમાં ઘુસી ગયા પછી આ સીસ્ટમ સુનિયોજીત કરવાને બદલે શહેરની પોષણ કડીજ બંધ કરી દેવાનો તઘલકી નિર્ણય સરકારી બાબુઓએ લીધો છે. પોલીસ પોતાની જવાબદારીથી છટકીને આખુ શહેરજ દસ દિવસ માટે પોષણ વિકલ્પથી અળગુ કરી દીધુ છે. સુરતના જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ખાસ સરકાર કરવા નિયુકત કરાયેલા સનદી અધિકારી મહેન્દ્ર પટેલ, પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ, પાલિકા કમિશનર બંછાનીધી પાની હાજર રહ્યા હતા. આ ચારેય અધિકારીઓની બેઠક પછી પુણા-કુંભારીયા સ્થિત સુરત એપીએમસી (સરદાર માર્કેટ) 14 એપ્રિલના રાત્રીના 12 વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી અને તે મુજબ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્દ કરી સરદાર માર્કેટમાં કોઇ પણ પ્રકારના શાકભાજી, ફળફળાદીના જથ્થા સાથે આવતા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકી દીધો હતો.
શુ કહે છે પોલીસ કમિશનર
પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ કોવિડ-19ના સુરત શહેરમાં થઇ રહેલા ઝડપી સંક્રમણને ધ્યાને રાખી તકેદારીના પગલા સ્વરૂપે એપીએમસી માર્કેટ બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માર્કેટમાં હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી સોશ્યલ ડિસ્ટનશીંગ નહીં જળવાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે જિલ્લા વહિવટી તંત્રના આ અધિકારીઓએ ફોડ પાડયો ન હતો કે સુરત શહેર અને જિલ્લાની 74 લાખની પ્રજાને શાકભાજી અને ફળ-ફળાદીનો જથ્થો પુરો પાડવા માટે વહિવટી તંત્ર દ્વારા શુ વૈકલ્પિક આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટરે એપીએમસી સતાધીશોને સાંભળવાની તસદી પણ નહી લીધી
આજે જિલ્લા કલેકટર દ્વારા સુરત એપીએમસીના ચેરમેન રમણ જાની, વાઇસ ચેરમેન સંદિપ દેસાઇ અને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ સુરતના કમલેશ પટેલને તેડાવી તેમને ખુલાશો કરવાની તક આપ્યા વિના તંત્રએ લીધેલા નિર્ણયની જાણ કરી સોમવારે વહેલી સવારે 4 વાગ્યે માર્કેટ બંધ કરી દેવા આદેશ આપ્યો હતો. આ નિર્ણયને પગલે સુરત જિલ્લાના ખેડૂતોએ પકવેલી શાકભાજી અને ફળ-ફળાદી કયાં વેચવી તેનો વિકલ્પ સુચવવામાં આવ્યો નથી.
સુરતની પ્રજાને 10 દિવસ શાકભાજી-ફળફળાદી નહીવત મળે તેવી શકયતા
By
Posted on