સાત ઇજાગ્રસ્તને SSG હોસ્પિટલ ખસેડાયા
શહેરના ગોલ્ડન ચોકડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલી પવન ટ્રાવેલ્સની બસ એક ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મુસાફરોનું ઘટના સ્થળ પર જ દુઃખદ અવસાન થયું હતું, જયારે સાતથી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોચી હતી. ઈજાગ્રસ્તોને તરત 108 એમ્બ્યુલન્સની મદદથી વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું સારવાર ચાલુ છે. અકસ્માત પછી બસના આગળનો ભાગ બધી રીતે નષ્ટ થઈ ગયો હતો. અકસ્માત બાદ સ્થળ પર જ ચંદુભાઈ સવજીભાઈ કુંભાણા (ઉમર ૫૮, રહે. અમદાવાદ) અને પાર્થ કિશોરભાઈ બાવળિયા (ઉમર ૨૫, રહે. અમરેલી) ના મોત નિપજ્યા. ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રાફિક પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
