Vadodara

સુભાષચંદ્ર બોઝની 128મી જન્મજયંતી નિમિત્તે વીએમસી દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરાઈ

સુભાષચંદ્ર બોઝની 128મી જન્મજયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્સ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તેમના દેશની આઝાદી માટેના યોગદાનને યાદ કર્યા હતા

નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઓરિસ્સાના કટ્ટકમાં થયો હતો. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. ‘જય હિન્દ’તથા ‘ તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા ‘ ના નારા થકી એક માત્ર દેશની આઝાદીના લક્ષ્ય સાથે ‘આઝાદ હિન્દ ફૌજ’ની રચના કરી હતી સાથે જ સૌ પ્રથમ મહિલાઓને લશ્કરમાં જોડી તેઓની રેજિમેન્ટ તૈયાર કરનારા તેઓ પ્રથમ દેશભક્ત હતા. ગાધીજીની સાથે રહ્યા પરંતુ દેશની આઝાદી માટે અહિંસા એક માત્રથી અંગ્રેજો સામે લડી શકાય એમ નથી તેવી ક્રાંતિકારી વિચારધારાને કારણે તેમણે આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી તેમણે સૌને એક સાથે લાવી દેશની આઝાદીના યોગદાનમા બહુમૂલ્ય ફાળો આપ્યો હતો ત્યારે આજરોજ તેમના 128મા જન્મદિવસને જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્ષ સર્કલ નજીક આવેલી નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તેમના દેશની આઝાદી માટેના યોગદાનને યાદ કર્યા હતા.આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મ્યુનિસિપલ કાઉન્સિલરો વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top