Vadodara

સુભાનપુરા માં પીવાના મીઠા પાણીનો વેડફાટ

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકો પીવાનું પાણીની માંગ કરી ધરણાં પણ કરવામાં આવ્યા છે. કેટકેટલી ફરિયાદો પાલિકામાં કરવામાં આવી છે પરંતુ પીવાનું પૂરતું પાણી પ્રજાને મળતું નથી ત્યારે આજ રોજ શહેરના સુભાનપુરા વિસ્તારમાં પીવાનું મીઠું પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો.

એક તરફ લોકોને પીવાનું પાણી મળતું નથી. તો બીજી તરફ પીવાના પાણીનો સરેયામ વેડફાટ થાય છે. સુભાનપુરા વિસ્તારમાં TCSની ઓફિસ સામે છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી લીકેજ થઈ રહ્યું છે. દરરોજ જયારે પાણી આવે ત્યારે એક કલાક સુધી લીકેજમાંથી પીવાનું પાણી વહી જાય છે. જો કે જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હાલતુ નથી. સ્થાનિક લોકોએ લીકેજના વીડિયો વાયરલ કર્યા છે, આમ છતા લીકેજ પૂરવાની તસ્દી લેવામાં આવતી નથી.

Most Popular

To Top