Vadodara

સુભાનપુરા ગાર્ડન પાસેના રોડ પર બે મસમોટા ભુવા પડતા પાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા…



વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ગાર્ડન પાસેના રોડ પર બે મસમોટા ભુવા પડતાં પસાર થતા વાહકચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ માર્ગ પર થોડા સમય પહેલા જ પેચ વર્કનું કામગીરી કરવામાં આવ્યું હતું. એ કામગીરી બરાબર ના કરવાથી બે મસમોટા ભૂવાનું નિર્માણ થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે આ જ માર્ગ પર ગાર્ડન આવેલું છે અને રોજ હજારોની સંખ્યામાં વાહનો ચાલકો અને રાહદારીઓ ની અવરજવર થતી હોય છે. ત્યારે માર્ગ પર પડેલા બસ મોટા ભુવાને પગલે અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

સ્થાનિકોનું કહેવું છે કે સુભાનપુરા વોર્ડ નંબર 11 પાસે ગાર્ડન ના મુખ્ય રોડ પર બે ભુવા પડ્યા હતા. આ જ મુખ્ય રોડ પર થોડા સમય પહેલા જ પેચ વર્ક કરી આ રોડનું સમારકામ કર્યું હતું. પરંતુ ભ્રષ્ટાચારથી ખદબદતા પાલિકાના તંત્રના અધિકારીઓએ માત્ર શો બાજી કરી હોય તેમ જણાઈ આવે છે.

બીજા એક સ્થાનિકે જણાવ્યું હતું પેચ વર્ક કર્યું હોય એ પણ થોડાક સમય પહેલા, ત્યાં આગળ ફરી વખત બબ્બે ભુવા કેવી રીતના પડી શકે? લોકોને ખાડામાં ડુબાડવાનો પ્રયત્ન પાલિકાના અધિકારીઓ તરફથી થઈ રહ્યો હોય તેમ લાગે છે. એક સ્થાનિકે રોષ ઠાલવ્યો હતો કે આ ભ્રષ્ટાચાર ના ભુવા છે. આ પાલિકાની બેદરકારી છે. સવારે લોકો ગાર્ડનમાં આવતા હોય છે. કેટલાક વાહનો પણ જતા હોય છે. બાળકોની સ્કૂલોના વાહનો પણ એથી જતા હોય છે ત્યારે પેચ વર્ક કરેલી જગ્યા પર એક નહી બબ્બે મોટા ભુવા પડી જાય એ કેવી રીતના શક્ય છે?

Most Popular

To Top