વડોદરા:
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં સાઈબાબા મંદિર પાસે
એક યુવાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં ઇજાગ્રસ્ત યુવાન સારવાર પેટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. આઇસીયુમાં યુવાનની સારવાર ચાલી રહી છે
સૂત્રો દ્વારા માહિતી મળતી મુજબ આરોપીઓ છે એ અમદાવાદના છે અને ભોગ બનનાર પણ અમદાવાદનો રહેવાસી છે. સમગ્ર મામલો ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેના ભાગરૂપે ગોરવા પોલીસ સ્ટેશન પી.આઈ સહિત અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ ના આધારે આધારની કાર્યવાહી હાથ ધરી હતી
ઘટના સ્થળે એફએસએલ ની ટીમે પહોંચી નમુના એકત્રિત કર્યા હતા.