Vadodara

સુભાનપુરાના વર્ધમાન કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે શોર્ટ સર્કિટથી આગ ભભૂકી

ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં ફફડાટ,તમામ ઈલેક્ટ્રીક પેનલ બળીને ખાખ થઈ

ટીપી 13 અને વાસણા ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો,કોઈ જાનહાનિ નહિ

( પ્રતિનિધિ )વડોદરા,તા.13

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા વર્ધમાન કોમ્પ્લેક્સના પ્રથમ માળે ઓફિસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસમાં હાજર સૌ કોઈ બહાર દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ છાણી ટીપી 13 અને વાસણા 5 સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ સંભાળી લીધી હતી.

વડોદરા શહેરમાં ગરમીના વધી રહેલા પ્રકોપ વચ્ચે આગ લાગવાના બનાવવામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે, સોમવારે વધુ એક આગ લાગવાની ઘટના સુભાનપુરા વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ધમાન કોમ્પ્લેક્સના પ્રથમ માટે આવેલી એક ઓફિસમાં આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પલેક્ષમાં હાજર સૌ કોઈ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને બનાવની જાણ ફાયર ઇમરજન્સી એન્ડ કંટ્રોલરૂમમાં કરવામાં આવતા છાણી ટીપી 13 અને વાસણા ફાયર સ્ટેશનની ટીમ ઘટના ધડે તોડી આવી હતી. પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમગ્ર ઓફિસમાં ધુમાડો ફેલાઈ જતા ઓક્સિજન માસ્ક પહેરી ફાયર બ્રિગેડના જવાનોએ કુલિંગની કામગીરી કરી હતી. સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડને વર્ધમાન કોમ્પ્લેક્સમાં આવેલી બેંકમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ બે ફાયર સ્ટેશન ઘટના સ્થળે આવી હતી. આગ બુજાવી દીધી છે. કોઈ જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ નહિ થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top