Vadodara

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ શક્તિપીઠમાં યજ્ઞશાળાનું ભવ્ય લોકાર્પણ

હાલોલ |
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ શક્તિપીઠ ખાતે આજે તા. 9 જાન્યુઆરી 2026ના રોજ નવી નિર્મિત યજ્ઞશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. શાસ્ત્રો અને વેદ-પુરાણના વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા યજ્ઞશાળાનું કાર્ય પૂર્ણ થયા બાદ, પ્રથમ દિવસે મંદિર ચોકમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાલિકા માતાજી મંદિર પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ લોકાર્પણ વિધિમાં ચારેય વેદોના આચાર્ય બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞશાળાના લોકાર્પણની વિધિવત શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ગણેશ યજ્ઞ, યંત્ર પૂજા તથા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાવન પ્રસંગે જગતગુરુ અવિચલદાસજી મહારાજના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. ઉપરાંત પંચમહાલ જિલ્લાના કલેક્ટર, જિલ્લા પોલીસવડા, સંસ્થાના અધ્યક્ષ સુરેન્દ્રકાકા, મંત્રી અશોકભાઈ પંડ્યા તેમજ કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

લોકાર્પણના શુભ અવસરે મોટી સંખ્યામાં માઈભક્તોએ હાજરી આપી હવનનો લાભ લઈ આ ધાર્મિક પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top