હાલોલ:
હાલોલ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ( ચાંપાનેર ) નો મુખ્ય પ્રવેશ દ્વાર આ અગાઉ થોડા સમય પહેલા જ પુરાતત્વ ખાતા દ્વારા ખોલવામાં આવ્યો હતો. આ અગાઉ એક વર્ષ ઉપરાંત આ મુખ્ય પ્રવેશ દ્વારનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. તેથી ગામ લોકોને તથા આવતા તમામ યાત્રિકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો . કારણ કે આ દરવાજો બંધ હોવાથી તમામ યાત્રિકો અને તળેટીમાં રહેતા તમામને પાછલા દરવાજેથી આવવું પડે તેથી લગભગ બે કિલોમીટર વધારાનો એરીયા કાપીને ગામમાં પ્રવેશી શકાતું હતું. તેથી હાલના સરપંચ દ્વારા ઉગ્ર રજૂઆતો તંત્રને કરવામાં આવી હતી અને સ્થાનિક ધારાસભ્યએ પણ સહયોગ આપતા આ પાવાગઢના મુખ્ય પ્રવેશ દ્વારને ખોલવામાં આવ્યો હતો. તે હાલ આગળ આવેલા બગીચાની મરામતના હિસાબે હાલ તાત્કાલિક ધોરણે બેરીકેટ મૂકી બંધ કરવામાં આવ્યો છે તેથી હવે ફરીથી યાત્રિકો અને રહીશોને ખૂબ જ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. તેથી લાગતા વળગતા તંત્રએ ઝડપી કામકાજ કરી ફરી મુખ્ય પ્રવેશ દ્વારનો રસ્તો ચાલુ કરવો તેવી નગરજનો અને આવતા ભક્તોની માંગ ઉભી થઈ છે. આમ શનિ-રવિ મા લાખોની સંખ્યામાં ગુજરાત અને ગુજરાત બહારથી ભક્તો પાવાગઢ ખાતે ઉમટી પડે છે અને રાત્રિ રોકાણ માટે પાવાગઢ તળેટી ગામમાં ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસ અંદર હોવાથી આવતા યાત્રીકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેથી જેમ બને તેમ જલ્દીથી કાર્ય પૂર્ણ કરી રસ્તો ભરી ચાલુ થાય તેવું પાવાગઢના રહીશો અને આવતા તમામ યાત્રિકો અને નાના-મોટા ધંધાદારીઓ ઈચ્છી રહ્યા છે.