Vadodara

સુન્ની જમાત કૌમે બવાહિર અને અલ-હિદાયત ગ્રૂપ દ્વારા સમુહ નિકાહ યોજાયો

30 જોડાએ નિકાહ પઢ્યા, વિવિધ ગિફ્ટ અને બે કપલને ઉમરાહની ભેટ સોગાતો અપાઈ

(પ્રતિનિધિ) વડોદરા તા.20
આજના આધુનિક અને વૈભવી જમાનામાં સમાજમાં થતાં ખોટો ખર્ચાઓ અને રિવાજોને બંધ કરવા સુન્ની જમાઅત કૌમે બવાહિર વડોદરા તેમજ અલ-હિદાયત સોશીયલ ગ્રૂપ દ્વારા વડોદરા શહેરના વાડી, મોટી-વ્હોરવાડ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં 30 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા હતા. આ સમુહ નિકાહ દરમિયાન ડ્રો સિસ્ટમ દ્વારા બે યુગલોને ઉમરાહ પેકેજ, એક કપલને ગોવાનું પેકેજ અને ફ્રીજ ડ્રોથી ખોલવામાં આવ્યા હતા. આ ઉપરાંત સખી દાતાઓ તરફથી દુલ્હા-દુલ્હનોને ચાર ડ્રેસ, ઝભ્બા સેટ, ડિનર સેટ, પાણીના કૂલર, કુરઆન શરીફ, મુસલ્લા, પનસુરા, બુરખા, કપલ વોચ, પેડશીટ સહિત 20 થી વધુ આકર્ષક ભેટ સોગાતો આપવામાં આવી હતી. આ નિકાહ સુન્ની જમાઅત કૌમે બવાહિરના કાઝી હાફીઝ ઐયુબ સાહબ ધુપેલવાલાએ પઢાવી ભારત દેશ માટે દુઆઓ ગુજારી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ-હિદાયત સોશિયલ ગ્રૂપના જનાબ લોખંડવાલા ગુલામનબી દ્વારા કરવામાં આવ્યું હતું. સમુહ નિકાહ દરમિયાન મેનેજિંગ કમિટીના હોદ્દેદારો, સભ્યો તેમજ સમાજના ઉલમાએ કિરામ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ માલેગાંવના મશહુર શાયર અસદ સિદ્દીક દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમુહ નિકાહના સંદર્ભમાં જમાતના દરેક સભ્યો માટે બીજા દિવસે જમણવારનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ તે સુન્ની જમાઅત કવમે બવાહિરના સાદીક કાજલવાલાએ એક યાદીમાં જણાવ્યું હતું.

Most Popular

To Top