અરજી 14 જાન્યુઆરી સુધી, માર્ચ 2026માં થશે પરીક્ષા
( પ્રતિનિધિ )વડોદરા,તા.18
વડોદરા કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં સ્નાતકોત્તર વિષયોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતમાં શૈક્ષણિક સત્ર 2026-27ના 20 વિષયોમાં પ્રવેશ માટે સીયુઈટી (પીજી) પ્રવેશ પરીક્ષા 2026ની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
કેન્દ્રીય યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અતનુ ભટ્ટાચાર્યે જણાવ્યું કે, આ સંબંધિત સંપૂર્ણ માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પાત્રતા માપદંડો પૂર્ણ કરનાર ઉમેદવારો 14 જાન્યુઆરી 2026 સુધી અથવા તે પહેલાં https://exams.nta.nic.in/registration-for-cuetpg-2026 દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. પરીક્ષા નિયામક દર્શન મારૂએ જણાવ્યું કે વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ https://exams.nta.nic.in/registration-for-cuetpg-2026/ લિંક પર નોંધણી કરી શકે છે. દેશભરના પરીક્ષા કેન્દ્રો સહિતની તમામ માહિતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઇટ પર આપવામાં આવી છે. ઓનલાઈન અરજી સંબંધિત ભૂલો 18 થી 20 જાન્યુઆરી 2026 વચ્ચે સુધારી શકાશે. મારૂએ વધુમાં જણાવ્યું કે પરીક્ષા માર્ચ 2026માં યોજાશે, જેના સંબંધિત માહિતી એનટીએની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવેશ પરીક્ષા સંબંધિત સહાય માટે ઉમેદવારો હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકે છે.