પીઆઇ મિશ્રા સહિતના સ્ટાફે અરજદારને આરોપી હોય તેવા સવાલ કરી 4 કલાક બેસાડી રાખ્યો
હજુ પણ હદનો વિવાદ કાઢીને પાણીગેટ પોલીસે અરજી મુકી રાખી હોવાનો અરજદારે આક્ષેપ કર્યો
પ્રતિનિધિ વડોદરા તા.27
વાઘોડિયા રોડ પર રહેતા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે ડીસીબી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ત્યાંથી પોલીસ કમિશનર પાસે અરજી જતા કમિશનરે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી ટ્રાન્સફર કરી હતી, પરંતુ પાણીગેટના પીઆઇ સહિતના સ્ટાફે આમાં કોઇ ગુનો બનતો નથી તેમ કહીને અરજદાર તારે આમાં કોઇ પડવાની જરૂર નથી તેમ કહી અંગત સવાલો કરીને 4 કલાક સુધી આરોપીની જેમ પૂછપરછ કરવા બેસાડી રાખ્યો હતો. સીપીએ મોકલેલી અરજીની અવગણના કરી તથા હદનો વિવાદ કાઢીને હજુ પણ મુકી રાખી છે. જેથી અરજદાર યુવકે પાણીગેટ પોલીસ કોઇ તપાસ નહી કરીને સમય પસાર કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતા કુણાલ પટેલ નામના યુવકને થોડા સમય અગાઉ રાજેશ ઉર્ફે જગ્ગુ ચાવડા સહિતના આરોપીઓએ ભેગા મળીને બેઝબોલની સ્ટીક વડે ઢોર માર માર્યો હતો. જેમાં યુવક હાથ પગ તોડી નાખ્યા હોય બંને હાથ અને પગમાં ઓપરેશન કરવામાં આવ્યું છે. દરમિયાન હાલમાં મકરપુરામાં ઠગાઇની ફરિયાદ નોંધાઇ હોય ફરિયાદી કુણાલ પટેલનો મિત્રો થતા હોય ત્યાં પોલીસ સ્ટેશન સાથે જોવા મળતા ફરિયાદ રાજેશ ઉર્ફે જગ્ગુ ચાવડાએ ધમકી આપી હતી કે કુણાલ પટેલને અગાઉ હાથ પગ તોડ્યા હતા અને હવે તો પતાવી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી કુણાલ પટેલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં રાજેશ ઉર્ફે જગ્ગુ ચાવડા વિરુદ્ધ અરજી આપી હતી. જે અરજી પોલીસ કમિશનર પાસેથી જતા કમિશનર દ્વારા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તપાસ અર્થે મોકલી હતી. ત્યારબાદ પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના સ્ટાફ દ્વારા અરજદાર કુણાલ પટેલને બોલાવ્યાં હતા અને 4 કલાક સુધી જાણી આરોપી હોય તે રીતે બેસાડી પૂછપરછ કરતી હતી અને યુવકને તેના પર્સનલ પત્ની સહિતના અંગત સવાલો કરીને હેરાન પરેશાન કર્યા હતા. પોલીસ કમિશનરે ગુનો દાખલ કરવા માટે અરજી મોકલી હોવા છતાં પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ યોગેશ મિશ્રા સહિતનો સ્ટાફ આ અરજી કયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવે છે, તેમ કહીને સમય પસાર કરતી હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. અરજીને સાત જેટલા દિવસ થઇ ગયા હોવા છતાં સુધી આરોપીને બોલાવ્યો સુદ્ધા નથી. ત્યારે પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ માથાભારે રાજેશ ઉર્ફે જગ્ગુ ચાવડાને ઓળખતો હોય તેમને સામે કાર્યવાહી કરવા માગતો નથી તેવો આક્ષેપ પણ કૃણાલ પટેલ દ્વારા કરાયો છે. પીઆઇનો પક્ષ જાણવા આ ફોન કરવા છતાં તેઓએ ઉપાડ્યો ન હતો