Vadodara

સિલ્વર લાઇન કૉમ્પ્લેક્સમાં હજુ વીજળી આવી નથી, વેપારીઓને નુકસાન

એમજીવીસીએલની દાદાગીરી ના કારણે સયાજીગંજમાં સિલ્વર લાઈન કોમ્પ્લેક્સના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા



પ્રતિનિધિ વડોદરા તા. 14
વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરનાં પાણી ઉતરી તો ગયા પરંતુ સયાજીગંજ ના વેપારીઓ હજી પણ મુશ્કેલીમાંથી બહાર નથી આવી શક્યા. શહેરના સયાજીગંજ વિસ્તારમાં સિલ્વર લાઈન કોમ્પ્લેક્સ ના વેપારીઓ પૂર આવવાને કારણે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. સયાજીગંજ વિસ્તાર વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલો છે. અને જ્યારે શહેરમાં પૂર આવ્યું ત્યારે આ સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ચૂક્યો હતો. આ વિસ્તારમાં ઘણા બધા કોમર્શિયલ કોમ્પ્લેક્સિસ આવેલા છે જેમાં ઘણા બધા વેપારીઓ લાખો કરોડો રૂપિયાનો ધંધો કરે છે. ઘણી બધી કોર્પોરેટ ઓફીસ પણ આવેલી છે. પૂરના પાણીના લીધે અહીંના ધંધાર્થીઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.

સિલ્વર લાઈન કોમ્પ્લેક્સ ની વાત કરીએ તો આ બિલ્ડિંગમાં 19 જેટલા વીજ મીટર વરસાદી પાણીના લીધે ખરાબ થઈ ગયા હતા. વીજ પુરવઠો બંધ હોવાથી ઘણા દિવસો સુધી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. અને હજી પણ અનેક મીટરો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જે કારણે વેપારીઓને ધંધામાં નુકસાન થઈ રહ્યું છે. જ્યારે આ બાબતની રજૂઆત તેમના દ્વારા એમજીવીસીએલ માં કરવામાં આવી ત્યારે વીજ કંપનીના કર્મચારી દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો. જે કારણે વેપારીઓ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. હવે જોવાનું રહેશે કે હજી સુધી કરોડો રૂપિયાનું નુકસાન બેઠી ચૂકેલા વેપારીઓને હજુ કેટલું નુકસાન વેઠવું પડશે અને વીજ પુરવઠો ક્યારે શરૂ થશે એ પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

સિલ્વર લાઈન કોમ્પ્લેક્સના એક વેપારીએ જણાવ્યા મુજબ વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરને કારણે તેઓને ધંધામાં ઘણું નુકસાન થયું છે અને હજી સુધી પણ તેમની ઓફિસ નું મીટર વીજ કંપની દ્વારા બદલાયું નથી. વીજ મીટર બંધ હોવાથી વીજ પુરવઠો પણ તેમની ઓફિસમાં બંધ છે જે કારણે ઓફિસના કર્મચારીઓને ઓફિસ આવીને ફક્ત બેસી રહેવું પડે છે અને કોઈ પણ પ્રકારનું કામ કરી શકાતું નથી. તે કારણે રોજે રોજ ધંધામાં નુકસાની બેઠવી પડે છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે આ બાબતે તેમના દ્વારા વીજ કંપનીનો વારંવાર સંપર્ક કર્યો છે પરંતુ વીજ કંપની દ્વારા કામમાં ખૂબ જ વિલંબ કરવામાં આવી રહ્યો છે અને યોગ્ય જવાબ વીજ કંપનીના અધિકારીઓ આપતા નથી.

બોક્સ
આ અગાઉ પણ સિલ્વર લાઈન કોમ્પ્લેક્સ માં વિજ મીટરોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો તે સમયે પણ વેપારીઓ ઘણી મુશ્કેલીમાં મુકાયા હતા. ક્યાંક ને ક્યાંક વિચ કંપની દ્વારા આ કોમ્પ્લેક્સ માં વીજ પુરવઠા બાબતે બેદરકારી દાખવવામાં આવતી હોય તેવું જણાઈ આવે છે. રાજકોટ અગ્નિકાંડ થયો તે સમયે પણ આ બિલ્ડીંગ નો વીજ પુરવઠો વીજ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. જે કારણે સિલ્વર લાઈન કોમ્પ્લેક્સના વેપારીઓમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top