Vadodara

સિટી વિસ્તારમા ફાયર વિભાગની કાર્યવાહી, સાઈ સાગર કૉમ્પ્લેક્સના વીજ જોડાણ કપાયા



વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ પાસે આવેલ સાંઈ સાગર કોમ્પ્લેક્સમાં ફાયર વિભાગની કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટ અગ્નિ કાંડ બાદ વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયું હતું અને જ્યા Noc અને ફાયર સેફ્ટી સિસ્ટમ બરાબર ના હોય ત્યાં નોટિસ આપવામાં આવી હતી સાથે ટૂંક સમય માં ફાયર સેફ્ટી સિસ્ટમ બરાબર કરી નાખવા સૂચન પણ પાલિકા દ્વારા આપવામાં આવી હતી જે ભાગ રૂપે આજ રોજ પાલિકા અને ટાઉન પ્લાનિંગ ની ટીમ નોટિસ આપેલ સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે શહેરનાં ગાંધીનગર ગૃહ સામે આવેલ સાઈ સાગર કોમ્પલેક્ષમાં ચેકીંગ કરતા કોમ્પલેક્ષ દ્વારા કોઈ કાર્યવાહી ના કરતા MGVCL દ્વારા વીજ જોડાણ કટ કરવામાં આવ્યા હતા.
નોટિસ આપ્યા છતાં પણ દુકાનદારો દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરતા ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.
સાથે જ ટાઉન પ્લાનિંગ ની ટીમ પણ આ કાર્યવાહીમાં જોડાઈ હતી .

Most Popular

To Top