Vadodara

સિટાડેલ કોમ્પલેક્ષને સિલ મારી વીજ જોડાણ કાપી નંખાયા

રાજકોટ અગ્નિ કાંડ બાદ વડોદરા મહાનગર સેવા સદન અને ફાયર વિભાગ તંત્ર દ્વારા શહેરમાં અનેક દુકાનો કોમર્શિયલ ઈમારતને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજ રોજ વડોદરા ફાયર વિભાગ અને મહાનગર સેવા સદન દ્વારા 6 બિલ્ડીંગોને નોટિસ બાદ યોગ્ય કાર્યવાહીન કરતા પાલિકા દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.


મહાનગર સેવા સદન દ્વારા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી ના સાધનો અને સુવિધાઓને લઈને શહેરમાં ઠેક ઠેર તમામ બિલ્ડિંગો અને દુકાનો ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે શહેરના ગાંધીનગર ગૃહ ખાતે સીટા ડેલ કોમ્પલેક્ષમાં ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાલિકા અને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કોઈ ગંભીરતા ના દાખવતા આજ રોજ પાલિકાની ફાયર અને વિદ્યુત વિભાગની ટીમ સીટા ડેલ સાથે કોમ્પલેક્ષ પહોંચી હતી અને નોટિસના સંદર્ભમાં શું પગલાં લેવામાં આવ્યા એ જોતા કોઈ પણ પ્રકારના ફાયર સાધનો બાબતે કોમ્પલેક્ષના વેપારીઓ એ ગંભીરતા ના દાખવતા ફાયર ટીમે સિલ કરવાનું કામ હાથ ધર્યું હતું. વિદ્યુત બોર્ડ દ્વારા વીજ પુરવઠો બંધ કરી લાઈટ કનેકશન કાપવામાં આવ્યું હતું. તો શહેરના સયાજીગંજ વિસ્તારમાં આંતરિક કોમ્પલેક્ષને પણ અગાઉ નોટિસ આપી જણાવેલું કે ફાયર સેફ્ટીને લઈ તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ નહિ થાય તો સિલીંગ ની કાર્યવાહી કરીશું. પરંતુ આંતરિક કોમ્પલેક્ષના વહીવટદારો એ યોગ્ય રીતે કામ ન કરતા આજરોજ સયાજીગંજ આંતરિક કોમ્પલેક્ષના વીજ જોડાણ કાપી સિલીંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ખૂબ જૂની અને જાણીતી બિલ્ડિંગ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઈમારતને પણ જે તે સમયે નોટિસ આપવા આવી હતી. પરંતુ વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરફથી કોઈ કાર્યવાહી ના કરતા ફાયર વિભાગ અને જીઇબીના અધિકારીઓની હાજરીમાં બિલ્ડીંગને સીલ મારવામાં આવી હતી. ફાયર વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા 6 બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી હતી છતાં પણ યોગ્ય કાર્યવાહી ન કરતા ફાયર વિભાગ અને પાલિકા દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાથે વીજ કંપની દ્વારા વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું.

Most Popular

To Top