બે કાર અને બાઈક વચ્ચે ટક્કર, અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત



(પ્રતિનિધિ), વડોદરા. તા.20
શહેરના સિંધરોટ બ્રીજ પર બે કાર અને એક મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે બ્રીજ પર વાહનોની લાંબી કતાર લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બ્રીજ પર અકસ્માતને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેને પોલીસે ભારે જહેમત બાદ કાર્યરત કરાવ્યો હતો.