પ્રતિનિધિ વડોદરા તા.9
વડોદરા જિલ્લાના સિંધરોટ દરબારગઢ ખાતે રહેતા મહિલાપાલ ભારતસિંહ જાદવના પુત્ર મિતેન્દ્રસિંહ મહિપાલસિંહ (જાદવ ઉ.વ.૩૦) પોતાના કબજાની મોપેડ લઈને સિંધરોટથી વડોદરા તરફ જઇ રહ્યો હતો. તે દરમિયાન સેવાસી ગામે આવેલ ડિકેથલોનની આગળ રોડ ઉપર કોઈ અજાણી ફોરવ્હીલ ગાડીના ચાલકે તેની મોપેડને અડફેટમાં લીધી હતા. જેના કારણે યુવક ઉછળીને રોડ પર પટકાયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોય તેમનું ઘટના સ્થળ પર મોત નિપજ્યુ હતું. જોકે અકસ્માત કર્યાં બાદ ફોરવ્હીલર ચાલક પોતાની કાર લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જેથી પિતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.