Singvad

સિંગવડ નગરમાં સ્ટેટ હાઇવે ઉપર સ્પીડ બ્રેકર નહીં મુકાતા અવારનવાર સર્જાતા અકસ્માતો

સિંગવડ: સિંગવડ તાલુકાના સિંગવડ નગરમાં સ્ટેટ હાઇવેનો રસ્તો બનાવાયો છે. તેના ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવતા અવારનવાર એકસીડન્ટ થતા રહેતા હોવાના લીધે ક્યારેક મોટો એકસીડન્ટ થવાનો ભય લોકોને સતાવી રહ્યો છે.

સિંગવડ નગરમાં સ્ટેટ હાઇવેનો રસ્તો બનાવવામાં આવ્યો છે. તે સ્ટેટ હાઇવેના રસ્તા પર અમુક ચોકડીઓ પર સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવતા અવારનવાર એકસીડન્ટ થતા રહ્યા છે. જ્યારે ગઈકાલે પણ એક મોટરસાયકલ સવાર તથા ફોર વ્હીલર ગાડી ચાલક વચ્ચે અકસ્માત થતા રહી ગયો હતો. ચોકડી પર જ સ્પીડ બ્રેકર નહીં હોવાના લીધે મોટરસાયકલ સવાર તે ફોરવીલર ગાડીમાં આવી જતા ફોરવ્હીલર ગાડીના ચાલક દ્વારા સમય સૂચકતા વાપરતા મોટો એકસીડન્ટ થતો રહી ગયો હતો. જ્યારે સ્ટેટ હાઇવેના રસ્તા માટે વારંવાર સ્પીડ બ્રેકર મુકવા માટે જે તે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતનો ઠરાવ પણ આપવામાં આવ્યો હતો. એ છતાં આ રસ્તા પર સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવતા આવા એક્સિડન્ટ થતા રહે છે જ્યારે આ રસ્તા પર મોટર સાયકલ તાલુકો પણ ફૂલ સ્પીડમાં મોટરસાયકલ લઈ જતા હોય છે જેના લીધે એકસીડન્ટ થવાનો ભય ખૂબ વધી ગયો છે . કોઈ મોટો અનિચ્છનીય બનાવ ન બને તે માટે જો જે ચોકડીઓ પડે છે ત્યાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો આ બનાવ બનતા અટકી શકે તેમ છે. માટે આના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Most Popular

To Top