સિંગવડ: સિંગવડ તાલુકા કલા મહાકુંભ 2025 26નું સિંગવડ ખાતે આયોજન થયું. જેમાં શ્રી સરદાર પટેલ વિદ્યાલય નાના આંબલીયા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નિબંધ, એક પાત્રીય અભિનય, વકૃત્વ સ્પર્ધા, ભજનમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ઉત્કર્ષ દેખાવ કરવામાં આવ્યો હતો. જ્યારે લગ્ન ગીત અને ગરબા સ્પર્ધામાં 6 થી 14, 15 થી 20 અને 21 થી 59 ત્રણેય વય જૂથમાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારવામાં આવ્યું હતું. આ ઝળહળતી સિદ્ધિ માટે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ એન પટેલ દ્વારા સ્પર્ધકો અને માર્ગદર્શક શિક્ષકોને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે આગળની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી પ્રેરિત કર્યા હતા.