Singvad

સિંગવડ તાલુકામાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, કબૂતરી નદી તોફાને ચડી

સિંગવડ: દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રાત્રી સમયે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કબૂતરી નદીના નીર બેઉ કાઢે વહેતા થયા હતા.

સિંગવડ તાલુકામાં આખી રાત ખૂબ વરસાદ વરસતા સિંગવડ નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા . કબૂતરી નદી જે માં ભમરેચીની ગોદમાં આવેલી હોય તેના બેઉ કાઠે પાણી ચડ્યા હતા . રસ્તા પરથી જે નાળુ બનાવ્યું છે તેના પર પાણી ભરપૂર જતા માતાના પાલ્લા, જામરી, અનુપપુરાz કાળીયાz રાઈ હાંડી ,અગારા મુનાવાણી વગેરે ગામો સિંગવડ તાલુકા થી સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

આ ગામડાના લોકોને સિંગવડ આવવા જવા માટે આ રસ્તો બંધ થઈ જતા તેમને મંડેર ઘાટ્ટી અને સંજેલી ફરીને આવવાનો વારો આવ્યો હતો. વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે ખૂબ ગાજવીજ થઈને વરસ્યો હતો. તેના લીધે વીજળી પણ બંધ થઈ હતી. ત્યારે આ વરસાદ વધારે વરસતા સિગવડ નગરના નીચવાસ બજારમાં પણ ઘરોમાં પાણી ભરાયા હતા .જેને લઈને વહીવટી તંત્ર સજજ બન્યું હતું. કબૂતરી નદી માં ભરપૂર પાણી આવતા વહીવટી તંત્ર પણ સાબદુ થયું હતું.

જ્યારે વહીવટી તંત્રના અધિકારીઓએ પણ સ્થળોની મુલાકાત લીધી હતી અને વહેલી તકે પાણીનો નિકાલ થાય તેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ વરસાદી પાણી થી વધારે કોઈને નુકસાન ના થાય તેના માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સિંગવડ તાલુકાના ઘણા ગામડાઓમાં પણ પવન સાથે વરસાદ પડવાથી ઘણા રસ્તાઓ પર ઝાડો પડી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

વરસાદ વધારે વરસવાથી લોકોનું જન જીવન અસ્તવ્યસ્ત થયું હતું. કબૂતરી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી .જેના લીધે તે રસ્તાનો વાહન વ્યવહાર ચાર પાંચ કલાક માટે બંધ રહ્યો હતો

Most Popular

To Top