Singvad

સિંગવડ તાલુકાના સાકરીયા ફાટકથી ડુંગર ભીત થઈ મંડેર ઘાટા તરફ જતા રસ્તા પર નાળા બેસી જતા અકસ્માતનો ભય

સીંગવડ: સિંગવડ તાલુકાના સાકરીયા ફાટકથી ડુંગર ભીત થઈ મંડેર ઘાટા તરફ જતા ડામર રસ્તા પર થોડાક સમય પહેલા ડામર રસ્તો તથા નાળા બનાવવામાં આવ્યા હતા. પહેલો વરસાદ પડવાની સાથે નાળા બેસી જતા એક્સિડન્ટ થવાનો ભય વ્યાપક બન્યો છે.

સિંગવડ તાલુકાના સાકરીયા ફાટક થઈ ડુંગર ભીતથી મંડેર ઘાટા ને જોડતો રસ્તો ઉનાળામાં બનાવવામાં આવ્યો હતો. આ ડામર રસ્તા પર નાળા નાખવામાં આવ્યા હતા, તે પણ નવા બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ પહેલા વરસાદમાં રસ્તા પરના નાળાઓનું ધોવાણ થઈ જતા ડામર રસ્તાની વચ્ચે તથા સાઈડોમાં ખાડા પડી જતા ત્યાંથી નીકળતા વાહનચાલકો તથા મોટરસાયકલ ચાલકોને એક્સિડન્ટ થવાનો ભય રહે છે. ડામર રસ્તા પરથી રાત મધરાતે વાહનચાલકોની અવરજવર થતી હોય છે. જેથી આ ડામર રસ્તાને બનાવ્યાને હજુ તો થોડો સમય પણ નથી થયો, ત્યાં તો પહેલા વરસાદમાં ધોવાણ થઇ જતા વાહન ચાલકો તથા મોટરસાયકલ ચાલકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. કેટલુ તકલાદી કામ કરવામાં આવ્યું છે કે પહેલા વરસાદમાં ધોવાઈ જાય. ત્યારે જે પણ ખાતા દ્વારા બનાવવામાં આવ્યો છે, તેમના અધિકારીઓ દ્વારા તેની તટસ્થ તપાસ કરીને ફરીથી એને બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Most Popular

To Top