Singvad

સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું સ્થળ પર જ કરુણ મોત

(પ્રતિનિધિ) સિંગવડ

સિંગવડ તાલુકાના પસાયતા ગામે સાંજના છથી સાત વાગ્યાના સમયગાળા દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનચાલકે પાછળથી મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા બાઈક સવારનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, અજાણ્યા વાહને બાઈકને ટક્કર માર્યા બાદ થોડા અંતર સુધી ઘસડી લઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાયકલ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા તરત જ 108 ઇમરજન્સી સેવા તેમજ રણધીપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતાની સાથે 108ની ટીમ અને રણધીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 108ના ડોક્ટરે તપાસ કરતા બાઈક સવારનું સ્થળ પર જ મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું.

ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ પસાયતા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન અંગે રણધીપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને હિટ એન્ડ રનની દિશામાં વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top